શોટ સર્કિટ ના કારણે લાગી આગ, આગમાં લાખોની મત્તા બળી ને ખાખ, કોઈ જાનહાની નહિ.

દેવરાજ બુધેલીયા
મહુવા નજીકના તાવેડા ગામે આવેલી કે.આઈ.ઝેડ ફૂડ નામની ફેકટરીમાં આગ ભભૂકી ઉઠી હતી. આ ફેકટરીમાં ટોમેટો કેચઅપ, અથાણાં તેમજ મસાલા નું ઉત્પાદન થતું હોય જેથી આ ફેકટરી માં લાગેલી આગના પગલે મહુવા ફાયર ફાયટર સહિતનો કાફલો ત્યાં દોડી ગયો હતો અને આગ પર પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો. આ આગ શોટ સર્કિટ ના કારણે લાગી હોવાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે. આ આગમાં સદનસીબે કોઈ જાનહાની થવા પામી ન હતી પરંતુ આગને કારણે લાખો રૂ.ના નુકશાન ની આશંકા સેવાઇ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here