મહુવાના ખારા વિસ્તારમાં મહિલાની હત્યા

દેવરાજ બુધેલીયા
મહુવા ના ખારા વિસ્તાર માં એક મહિલા ની તેના સગા દિયરે જ માથાના ભાગે ધોકા નો ઘા ઝીંકી હત્યા કરી નાખવાની ઘટના બનવા પામી છે. ખારા વિસ્તારમાં રહેતા અફસાના બેન કે જે ઘરમાં કપડાં ધોતા હતા જ્યારે તેના દિયર ઇલયાસ ને ન્હાવા જવું હોય જે બાબતે બોલાચાલી થતા ઇલયાસે પાછળ થી તેની ભાભી ને માથાના ભાગે ધોકા જીવલેણ ઘા ઝીંકી દેતા તેને ગંભીર હાલત માં ભાવનગર સર.ટી.હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત નિપજતા બનાવ હત્યા માં પરિણમ્યો હતો. આ મહિલા 4 બાળકો ની માતા હોય ત્યારે આ તમામ બાળકોએ માતા ની છાયા ગુમાવતા ધર માં ભારે શોક છવાયો છે.જ્યારે પોલીસે આ બનાવ માં વધુ તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here