આદરણીય મોરારીબાપુ પર હુમલાનો પ્રયાસ કરનાર સામે પગલાં ભરવા જોઈએ, ચારેય બાજુથી માંગ, સાંજના સમયે ભુપેન્દ્રસિંહ અને ભરત પડ્યા તલગાજરડા પોહચ્યા, મામલો ખૂબ પેચીદો બન્યો છે, રાજ્ય અને દેશભરમાં ટોક ઓફ ધ ટાઉન ઘટના

મિલન કુવાડિયા – સલીમ બરફવાળા
મોરારિબાપુના સમર્થનમાં આજે મહુવા અને સાથે યાત્રાધામ વીરપુર સજ્જડ બંધ જોવા મળ્યું છે અને વેપારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. ગઈકાલે મહુવા ખાતે બેઠક યોજાઇ હતી. જેમાં ચેમ્બર ઓફ કોમર્સ મહુવા, રાજકીય પક્ષના કાર્યકરો, સામાજિક સંસ્થાના આગેવાનો તેમજ હિન્દુ અને મુસ્લિમ સમાજના આગેવાનો તથા સાધુ સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ બેઠકમાં બંધનું એલાન આપવામાં આવ્યું હતું. બીજી તરફ યાત્રાધામ વીરપુરમાં પણ બંધનું એલાન આપવામાં આવ્યું છે.

કૃષ્ણ ભગવાન પર મોરારીબાપુએ કરેલી ટિપ્પણી અને બાદમાં દ્વારિકા ખાતે તે બાબતે માફી માંગવા જવાની ઘટના માં પૂર્વ ધારાસભ્ય પબુભા માણેક દ્વારા કરાયેલા અશોભનીય વર્તન ને લઈ આજે મહુવા શહેર રોષે ભરાયું છે. મહુવા ખાતે સર્વ સમાજ સર્વ પક્ષીય બેઠક માં ૨૦૦ થી વધુ સંસ્થાના પ્રતિનિધિઓ દ્વારા આ ઘટના પોતાનો આક્રોશ વ્યક્ત કરી પબુભા માણેક તલગાજરડા ખાતે આવી બાપુ ની માફી માંગે તેવી માંગ સાથે આજે આજે મહુવા શહેર સજ્જડ બંધ પાળ્યો હતો.

જ્યારે મોરારીબાપુ ના દર્શન માટે પહોંચેલા મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને ભાજપ પ્રવક્તા ભરત પંડ્યા એ ભાજપ ના જ નેતા ની હુમલા ના પ્રયાસ ની ઘટના ને વખોડી તેની નિંદા કરી કહ્યું કે આ વિશ્વ વંદનીય સંત છે. ૨૦૧૭ ની કથા માં મોરારીબાપુ ધ્વારા કૃષ્ણ બાબતે વ્યાસપીઠ પરથી કરવામાં આવેલી ટિપ્પણી બાબતે માફી પણ માંગી હતી અને સમાધિ લેવા સુધીની તૈયારી પણ બતાવી હતી.

ત્યારે આ વિવાદ નો અંત લાવવા દ્વારિકા પહોંચેલા મોરારીબાપુ પર હુમલા ના પ્રયાસ ની ઘટના ને વખોડી આ મામલે તેઓ મોરારીબાપુ સાથે જ છે તેમ જણાવ્યું હતું.પબુભા અહીં આવવાની વાત ખોટી જણાવી કહ્યું કે મોરારીબાપુ નું સમાધાન કરાવી શકીએ એવી અમો લાયકાત નથી ધરાવતા. હાલ સમગ્ર મામલો ખૂબ પેચીદો બન્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here