સાવરકુંડલાના કાત્રોડી ગામ ના એક કથાકાર માથી બનેલા પાલક પિતા ની આ સેવા ને સો સો સલામ….
છેલ્લા ૨૬ વર્ષથી રામકથાનું રસપાન કરાવી રહેલ પૂજ્ય ભક્તિ બાપુને આજથી સાત વર્ષ પહેલા પૂજ્ય બાપુની રામકથામાં આવેલ એક પાગલે કર્યું બાપુ નું હૃદય પરિવર્તન…

માનવતા નો ધર્મ એ જ સાચો ધર્મ છે …પૂ.ભક્તિબાપુ.
પૂજ્ય ભક્તિ બાપુના આ માનવ મંદિર પાગલ હાલમાં 58 જેટલા મનોરોગી મહિલાઓ સારવાર લઈ રહી છે..
અત્યાર સુધીમાં 68 જેટલા મનોરોગી પાગલો સમાજમાં પુન સ્થાપિત થયા છે …
૨૮ જેટલા મનો રોગીઓને પોલીસ મુકી ગઈ છે ..
આ માનવ મંદિર માં પાંચ લગ્ન કરાવી આપવામાં આવ્યા છે..
આ માનવ મંદિરમાં છેલ્લા પાંચ વર્ષથી અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશી ની દર માસે વિનામૂલ્યે તપાસણી ની નિયમિત સેવા…

સાવરકુંડલા થી ૫ કિલોમીટર દૂર હાથસણી રોડ પર આવેલ માનવ મંદિર પાગલ આશ્રમ આવેલો છે. આજથી સાત વર્ષ પહેલા શરૂ થયેલ આ પાગલ આશ્રમ માં શરૂઆતમાં 18 જેટલા મનો રોગીઓને દાખલ કરવામાં આવ્યા હતા ધીરે ધીરે હાલમાં 58 જેટલી નિરાધાર મનોરોગી મહિલાઓ પૂજ્ય ભક્તિ બાપુની નિશ્રામાં પુનર્જીવન પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહી છે અત્યાર સુધીમાં 68 જેટલી મનોરોગી વ્યક્તિઓ આ આશ્રમથી સાજી થઈ સમાજમાં પુન સ્થાપન થયું છે તો ૨૮ જેટલી મનોરોગી વ્યક્તિઓને પોલીસ મુકી ગઈ છે અહીંયા નિરાધાર રખડતા ભટકતા કે જેનું કોઈ નથી તેવી મહિલાઓને વિનામૂલ્યે દાખલ કરવામાં આવે છે દરેક મનોરોગી વ્યક્તિઓ માટે 50 જેટલા રૂમ છે આ રૂમમાં એક જ વ્યક્તિને રાખવામાં આવે છે દરેક રૂમમાં નાની લાઈટ પંખો સંડાશ સેટી પલંગ ગાદલુ ધાબળો જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

આમ મનોરોગી ઓને બે ટાઇમ નાસ્તો બે ટાઈમ ભોજન અને બે ટાઈમ દવા આપવામાં આવે છે અહીં આ નિત્યક્રમ ની જો વાત કરીએ તો 7:00 દરેકને જગાડવામાં આવે છે ત્યારબાદ નિત્યક્રમમાં પૂર્ણ કરી સવારનો નાસ્તો પીરસવામાં આવે છે ત્યારબાદ 11 વાગ્યા સુધી મુક્ત વિહાર બાદ 11:30 બપોરનું ભોજન અને દવા આપી દરેકને પોતાના રૂમ માં સુવડાવી દેવામાં આવે છે પછી સાંજે 4:00 જગાડવામાં આવે છે એટલે કે બાર થી ચાર આરામ કરાવવામાં આવે છે સાંજે 4:00 વાગ્યે દરેક રૂમ માંથી જગાડી સાંજનો નાસ્તો અને સાંજે 7 વાગ્યા સુધી મુક્ત વિહાર બાદ સાંજે 7:30 એ ભોજન આપવામાં આવે છે અને ભોજન બાદ દરેક ને સાંજ ની દવા આપવામાં આવે છે જે અમરેલીના પ્રખ્યાત મનોચિકિત્સક ડોક્ટર વિવેક જોશીના માર્ગદર્શન અને તપાસને આધારે અપાય છે આ દવાનું માસિક ખર્ચ અંદાજે 35 હજાર રૂપિયા જેવું થાય છે દવાઓ લીધા બાદ દરેકને પોતાના રૂમમાં સુવડાવી દેવામાં આવે છે આમ આ મનોરોગી ઓના નિત્યક્રમ છે આ માનવ મંદિરમાં ચાર લગ્ન કર્યા છે અને એક નિકાહ કર્યા છે.

આ આશ્રમમાં કોઇ પણ પ્રકારનો ભેદભાવ રાખવામાં નથી આવતો માત્ર માનવ સેવા ના ધર્મ ને સ્વીકારી રાષ્ટ્રીય તહેવાર ૨૬મી જાન્યુઆરી અને ૧૫મી ઓગસ્ટની ધ્વજ ફરકાવી ઉજવણી કરવામાં આવે છે ઉપરાંત પ્રવૃત્તિની વાત કરીએ તો હળવી રમતો યોગ ગીત-સંગીત અને કવિઓ અને કલાકારો ના સહયોગથી લોકવાર્તા અને ભજનનો કાર્યક્રમ રજૂ કરાઇ છે આ આશ્રમમાં નેપાળ સહિત દેશના મોટાભાગના રાજ્યોમાં થી દરેક જ્ઞાતિની મનોરોગી બહેનો સારવાર લઈ રહી છેઆ માનવ મંદિર પાગલ આશ્રમ ના નિર્માણ અને તેમના વિચાર તરફ નજર કરીએ તો સાવરકુંડલા ના કાત્રોડી ગામ ના એક યુવાન કથાકાર ભક્તિ રામ જેજે રામ ગોંડલીયા આજથી સને 1987 વર્ષ પહેલા રામ કથા વાંચવાની શરૂઆત કરેલી આ યુવાન કથાકાર પહેલેથી જ કોમળ હૃદય અને માનવતાવાદી વિચારો ધરાવતા હતા મરું પણ માગું નહીં અપને તન કે કાજ.

માત્ર રાષ્ટ્રિય ધર્મ અને માનવ ધર્મના વિચારોને આધારે 26 વર્ષની રામકથા યાત્રામાં એક દિવસ એવું બન્યું કે રામકથા દરમિયાન એક મેલોઘેલો પાગલ આવી આગળની લાઇનમાં બેઠો ત્યારે આયોજકોએ તેને બહાર કાઢ્યો આ દ્રશ્ય જોઈ ભક્તિ બાપુ નું હૃદય પીગળી ગયું અને અંદર રહેલા અંતરાત્મા એ કનુ કે આ પણ એક માણસ છે જોઈ રામકથા ના બે શબ્દો સાંભળવા છે તો કદાચ એના જીવનમાં પરિવર્તન આવશે આયોજકોને વ્યાસપીઠ ઉપરથી આ વાત કરી પરંતુ તેમની તે વાત સ્વીકારી નહિ અને કથાના અંતિમ દિવસે ભક્તિ બાપુએ જાહેર કર્યું કે હવે હું પાગલ માટે કંઈક કરું તો જ સાચો સાધુ કહેવાય એમ નિર્ણય જાહેર કરી વ્યાસપીઠ છોડી દીધી સેવકોમાં સોપો પડી ગયો પરંતુ જીવનમાં બીજાને માટે કંઈક કરવું એ ભાવનાથી સદાય કામ કરી રહેલા ભક્તિ બાપુએ કરેલા નિર્ણયથી સેવક સમુદાય દ્વારા યોગ્ય મદદ અને સહાય ની વાતો શરૂ થઈ.

પરંતુ નક્કર કામ અને ચોક્કસ નિર્ણય ઉપર આવ્યા પહેલા આ મદદ લેવી ભક્તિ બાપુની વ્યાજબી ન લાગી અંતે એકાદ મહિનાના સંશોધનને શોધખોળ બાદ સાવરકુંડલાના હાથસણી નજીક આવેલ એક ટેકરા પર ની જમીન બાપુને પસંદ આવી કારણ કે આ જમીન અને આ ટેકરા પર આંટો મારતા એક પોઝિટિવ ઊર્જા ક્રિએટ થઈ હતી અને આ જમીન રાખવાનો નિર્ણય જાહેર કર્યો અને ૪ એકરમાં ફેલાયેલી આ જમીન ૪૫ લાખના ખર્ચે નક્કી કરવામાં આવી પાયાના સેવકો નીરુ ભાઈ સરવૈયા જડકલા .મનસુખભાઇ વસોયા . અને ભાભલુભાઈ તેમજ ભૂરાભાઈ અને કનુભાઈ અન્ય સેવકો ના સહકાર થી બાનું અપાયું. અને ધીરે ધીરે આ જમીન ઉપર જેમ સેવકોનો સહકાર મળતો ગયો તેમ તેમ જમીનને લેવલ કરી શરૂઆતમાં ૨૮ રૂમ મનો રોગીઓ માટે તૈયાર કરવા માટે આ ખર્ચ માટે સેવકોનું એમ દાન મળતું ગયું તેમ તેમ આ કામ આગળ વધારતા ગયા કારણકે માનવ મંદિર પાગલ આશ્રમ ના નિર્માણ માટે ભક્તિ બાપુ એક એવો પણ નિર્ણય કરેલો કે આશ્રમ માટે કોઈ પાસે ફાળો સામેથી માગવો નહી..

જે સ્વેચ્છએ આપે એ દાન સ્વીકારવું એટલે વિશાળ સેવક સમુદાય ધરાવતા બાપુના સેવકોએ જેમ જ ખબર પડી ગઈ તેમ તેમ દાનની સરવાણી શરૂ છે અને એક જ વર્ષના ટૂંકા ગાળામાં ૨૮ રૂમ શરૂ થતા નિરાધાર મનોરોગી અને રાખવાની થઈ શરૂઆત આમ અસ્તિત્વની કૃપા અને સાચા નિર્ણયનું પરિણામ અહીંયા જોવા મળે છે ગામથી પાંચ કિલોમીટર દૂર આ માનવ મંદીરમાં કોઈ દાન પેટી રાખવામાં નથી આવી કે માનવ મંદિર સાવરકુંડલા ના નામે કોઈ રકમ ઉઘરાવવા માં નથી જો કોઈ દાન આપે તો પહોંચ વિના લેતા નથી પરંતુ ભક્તિ બાપુ ની ભક્તિ અને ઐશ્વર્ય તત્વનો સંપૂર્ણ સહયોગ અને કૃપાથી આજે આ માનવ મંદિર માં બે માળમાં કુલ 50 રૂમ રોગીઓ માટે તૈયાર થઈ છે ત્રણ માળનું એક બિલ્ડીંગ કે જેની અંદર નીચે સળંગ રસોડું વચ્ચે મહેમાનો માટેનો રૂમ અને ઉપરના ભાગે એક મોટો હોલ સત્સંગ અને સાંસ્કૃતિક કાર્યક્રમ માટે બનાવાયો છે સાત જેટલી ધ્યાન કુટિરો છે વાસ્તુશાસ્ત્ર મુજબ તેમનું નિર્માણ કરવામાં આવ્યું છે એક ગૌશાળા છે અને પાંચ જેટલી ગાયો છે.

આ ઉપરાંત હીચકા બગીચો અને બેસવાના બાકડા સહિતની ઉપલબ્ધ જીવો દાતાઓના સહકારથી અહીંયા રાખવામાં આવી છે આ ઉપરાંત અમરેલી સાંસદનારણભાઈ કાછડીયા ના ના સહકારથી 14 જેટલી સોલાર લાઇટો અને ૧૦ જેટલા બેસવાના બાંકડા ઉપલબ્ધ થયા છે આ ઉપરાંત સાવરકુંડલા ધારાસભ્ય અને પૂર્વ કૃષિમંત્રી વી વઘાસિયા એ પણ પોતાની અંગત રકમમાંથી બાંકડા અને સ્ટીલની ગ્રીલ આપવામાં આવી છે આમ અનેક દાતાઓના સહકારથી આ આશ્રમ ચાલી રહ્યો છે અહીંયા આવનાર અનેક સેવકો એક ટાઈમ નું ભોજન આપી પોતાની સામાજિક જવાબદારી પૂરી કરે છે અન્ય જગ્યાએ જન્મદિવસ ઉજવણી કરવા કરતાં પોતાના મિત્ર સર્કલ સાથે આ મનોરોગી બહેનો સાથે જન્મદિવસ ઉજવી એક ટંકનું ભોજન કરાવે છે તો કોઈ પોતાના મિત્રો અને વડીલો ના નામે તિથિ ભોજન આપે છે તો કોઈ સેવકો પોતાને નોકરી મળ્યા નો પહેલો પગાર આપી પોતાની સામાજિક જવાબદારી પૂરી કરે છે આમ વિવિધ સ્વરૂપે ધીરે ધીરે મદદ મળતી રહે છે તેને પૂજ્ય ભક્તિ બાપુ અસ્તિત્વની કૃપા અને સાચા નિર્ણયનું પરિણામ ગણાવે છે માનવ મંદિરની કીર્તિ પત્રકાર મિત્રોના સહકારથી અને માનવ મંદિર પ્રત્યેની સેવા ભાવના થી ઘણી જ દૂર દૂર સુધી ફેલાવામાં હંમેશા અગ્રેસર અને મદદરૂપ રહી છે.

ત્યારે મુંબઈનું એક ખ્યાતનામ ચિત્કાર નામના નાટકના નિર્માતા લતેશ શાહ અને સુજાતા મહેતા એ ચિત્કાર નાટકને ફિલ્મમાં પરિણામ માટે યોગ્ય સ્થળ શોધી રહ્યા હતા અને માનવ મંદિર ની વાત સાંભળતા તેઓની ટીમ અહીંયા સાવરકુંડલા અમરેલી માનવ મંદિર નું લોકેશન તેમને દેશભરમાંથી સૌથી સારું અને ઉત્તમ પ્રકારનું લાગતા અઢી મહિના સુધી આ ફિલ્મનું શૂટિંગ માનવમંદિર માં જ કરવામાં આવ્યું જેમાં ગુજરાતી ફિલ્મના ખ્યાતનામ કલાકાર હિતેનકુમાર તેમજ હિન્દી ફિલ્મના ખ્યાતનામ અભિનેત્રી સુજાતા મહેતા સહિતના કલાકારોએ આ માનવ મંદિર ના બાળકો સાથે દૂધમાં સાકર ભળે તેમ ભળી ગયા. બે મહિના સુધીમાં ૭૦ ટકા જેટલું ચિત્કાર ફિલ્મનું શૂટિંગ પૂરું કર્યું તેમની કહાની પણ એક પાગલ મહિલા આધારિત છે છેલ્લા બે વર્ષથી આ માનવ મંદિર મેડિકલ ક્ષેત્રે હવે રિસર્ચ સેન્ટર બની ગયું છે રાજકોટ તેમજ અમરેલી થી નર્સિંગ કોલેજ અને આર્ટસ કોમર્સ કોલેજની વિદ્યાર્થિનીઓ પ્રોફેસરો વિદ્યાર્થીઓ અહીં આવે છે અને પાગલો કેમ સાજા થાય છે.

તેનો અભ્યાસ કરે છે આ બાબતની માનવ મંદિરમા અનેક શિબિરો પણ થઈ ગઈ. સરકારી અને બિનસરકારી સંમેલનો ખાસ માનવ મંદિર માં ગોઠવવામાં આવે છે કારણકે પરિવારમાં કે ગામમાં એક પાગલ સાજુ કરવું એ જીવનભરની ચુનોતી બની રહે છે ત્યારે અહીં આ મનોરોગી ઓ પાગલ કેમ સાજા થાય છે તે જોવા જાણવા અને અભ્યાસ કરવાના ધીમે ધીમે એક પ્રખ્યાત સ્થળ બની ગયું છે આ માનવ મંદિર માં માનવતાનો ધર્મ ને સ્વીકારી ને ભક્તિ બાપુએ સમગ્ર સંસ્થાઓને એક નવો સંદેશ આપ્યો છે અત્યારે અહીંયા ઉજવવામાં આવતા ઉત્સવોમાં રાષ્ટ્રીય તહેવારો અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવામાં આવે છે આ રાષ્ટ્રીય તહેવારો નું જ બંધન કોઈ રાજકીય પક્ષના નહિ પરંતુ સામાજિક ક્ષેત્રે સેવા ક્ષેત્રે જોડાયેલ યુવાન કે વયોવૃધ્ધ જે હોય તેમના વરદ હસ્તે કરવામાં આવે છે.

માનવ મંદિર આશ્રમમાં આજથી એકાદ વર્ષ પહેલા રાજુલા પોલીસે એક પાગલ યુવતી કે જેને આઠ માસનો ગર્ભ હતો તેને દાખલ કરવામાં આવી હતી આ યુવતીએ 12ની જાન્યુઆરીના દિવસે દીકરીને જન્મ આપ્યો. આજે આ દીકરી ૧૧ માસની થઈ રહી છે અને તેમની મનોરોગી માતા પૂજ્ય ભક્તિ બાપુની શિષ્યા મનીષા દીદી નિશ્રામાં અને તેમના પ્રેમ અને હૂંફ ભર્યા વર્તનથી ધીમે ધીમે ઉઠી રહી છે સાજી થઈ છે દીકરીને માનવ મંદિર પરિવારે રાધા એવું નામ આપ્યું છે આ રાધાની ભાઈની ખોટ હોય એમ થોડા દિવસો પહેલા રાજકોટ આજીડેમ પાસેથી પોલીસને એક આઠ માસના ગર્ભવાળી એક પાગલ મહિલા મળી આવી જેને રાજકોટની સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી અને ત્યાં તેણે એક બાબાને જન્મ આપ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલ દિકરો અને તેની મનોરોગી માને પોલીસને સોંપી દેતા પોલીસે આને ક્યાં રાખવી તે અવઢવમાં હતા.

આખરે આ એરિયાના મહિલા પીએસઆઇ આસુન્દ્રા એ રાજકોટ નામદાર કોર્ટ નો આશરો અને સહકાર લઈ સૌરાષ્ટ્ર-ગુજરાતમાં સલામત એવા સાવરકુંડલા નજીક આવેલ માનવ મંદિર પસંદ કર્યો અને રાજકોટ નામદાર કોર્ટના હુકમથી મહિલા પી.એસ.આઇ તેમજ સામાજિક કાર્યકર જલ્પાબેન પટેલ સહિતના સ્ટાફ દ્વારા ગઈ તારીખ ૬ ડીસેમ્બર 2019 ના રોજ આ પાંચ દિવસના બાળકને માનવ મંદિર ના ભક્તિ બાપુને સુપરત કરવામાં આવ્યું ત્યારે માનવ મંદિર માટે આ એક ઐતિહાસિક દિવસ હતો અને એક એવી ચુનોતી હતી કે પાંચ દિવસનું બાળક અને મનોરોગી તેની માતા એ કોઈ નાનું શુંનું કામ નહોતું પરંતુ 1 વર્ષ પહેલા અહીંયા રાજુલા પોલીસ દ્વારા દાખલ કરાયેલ એક કન્નડ યુવતીના દ્વારા દીકરીના જન્મને આજે 11 માસ પૂરા થતા આ અનુભવને આધારે આ છ દિવસના બાળક અને તેની મનોરોગી માતાને ઉછેરવાનું પણ પૂજ્ય ભક્તિ બાપુના માનવમંદીર સમર્પિત અને સેવાભાવી પૂજ્ય મનીષા દીદી એ સ્વીકારી અને હાલ તેઓ ૧૧ માસની દીકરી અને છ દિવસના દીકરાનો ઉછેર કરી રહ્યા છે.

આ સેવા કોઈ નાનીસૂની નથી ભક્તિ બાપુના શિષ્યા મનીષા દીદી પણ અને તેમના પિતાશ્રી સાવરકુંડલા જે.વી.મોદી હાઈસ્કૂલના રીટાયર્ડ શિક્ષક મનજીભાઈ ઝડપીયા ની સેવા પણ અનમોલ રહી છે જોકે આજે મનજીભાઈ ઝડફિયા આપણી વચ્ચે નથી પરંતુ તેમની સેવાઓને આજે પણ માનવ મંદિર યાદ કરે છે ત્યારે પૂ.ભક્તિ બાપુના સેવાભાવી શિયા તેમના આશીર્વાદથી સાવરકુંડલા શહેરમાં જ એક વૃદ્ધાશ્રમ ચલાવી સેવાની જ્યોત જલતી રાખી છે જે પણ આજે નોંધપાત્ર સેવા ગણાવવામાં આવી રહી છે સાવરકુંડલા માનવ મંદિર આશ્રમ અનેક દાતાઓ અને સેવાભાવી સેવકો ના સહકાર થી આજે માનવ મંદિર આશ્રમ ચાલી રહ્યો છે ત્યારે નોંધપાત્ર સેવા ની વાત કરીએ તો માનવમંદિરમા તન મન અને ધનથી સમર્પિત એવા મોટી ખીલોરી ના પ્રસિદ્ધ લોક સાહિત્યકાર મનસુખભાઈ વસોયા ને તેમની સેવા ને ખાસ બિરદાવી ઘટે.આ માનવમંદિરના મહિલાઓની સલામતીને ધ્યાનમાં લઈને આ દસ વીઘા જમીન પરિસરની ફરતી 11 ફૂટ ની દીવાલો નેજાળી કરવામાં આવી છે તેમજ આ વિશાળ પરિસરમાં ૪૨ જેટલા સીસીટીવી કેમેરા પણ રાખવામાં આવ્યા છે.

મંદિરની મુલાકાતે દેશના ધર્મના સર્વોચ્ચ વડા કાશી મઠના રામાનુ જા ચાર્ય શ્રી રામ નરેશાચાર્ય અને સૌરાષ્ટ્ર ગુજરાત અને દેશના તમામ ધર્મના વધાવો ધાર્મિક સંસ્થાના અગ્રણીઓ તમામ રાજકીય પક્ષના ટોચના નેતાઓ અને કવિઓ કલાકારો તેમજ પત્રકાર શ્રી ઓએ આ આશ્રમની મુલાકાત લઇ પોતાનો રાજીપો વ્યક્ત કર્યો હતો અને સેવાની ભાવનાને બિરદાવી પોતાની યોગ્યતા પ્રમાણે ઉપયોગીતા અને મદદરૂપ થવાનો પણ નિર્ધાર કર્યો હતો
માનવ મંદિર માં પાલક પિતા ની ભુમીકા અને સેવાઓને ધ્યાનમાં લઇ સૌરાષ્ટ્ર ગુજરાતમાંથી અનેક એવા પરિવારો છે કે જે પોતાના સમય અનુકૂળ બે દિવસથી પાંચ દિવસ સુધી ની સહ પરીવાર આવી આ મનોરોગી બહેનો ની સેવા કરે છે તો કોઈ દર રવિવારની એક દિવસ ની સેવા સ્વીકારી પોતાની સામાજિક ફરજ પૂરી કરે છે.

અંતમાં માનવ મંદિર ના પાલક પિતા એવા ભક્તિ બાપુની સમાજને એક એવો સંદેશ છે કે સમાજમાં રખડતા ભટકતા પાગલોને પરેશાન નહીં કરો એમને પ્રેમ આપો કારણ પાગલ અને પરમાત્મા સૂક્ષ્મ ભેદ રેખા હોય છે આ ઉપરાંત માનવ મંદિરમાંથી સાજા થયેલા મનોરોગી ઓને સ્વીકારવા માટે પોતાનો જ પરિવાર સંમત નથી થતો તેવા સંજોગોમાં બાપુને ખૂબ જ દુઃખ થાય છે આ ઉપરાંત અસ્થિર મગજના અને રખડતા ભટકતા મનોરોગી ઓને જ્યારે પોલીસ મુકવા આવે છે ત્યારે સહજ અને પ્રેમથી સ્વીકારાય છે પરંતુ સાજા થયા બાદ તેઓ પોતાનું સરનામું કે વિસ્તાર કહે છે ત્યારે પોલીસની જે યોગ્ય મદદ મળવી જોઈ તેમાં પણ ક્યાંક ચૂક થતી હોય તેનું પણ બાપુને વસવસો છે…જોકે માનવ મંદિર પૂ.ભક્તિબાપુની આ સેવાયાત્રામા હવે જૂનાગઢના ખ્યાતનામ નાડીવૈદ સેવાભાવી ડો.ધવલ સંઘવી જોડાયા છે જે આ 58 મનોરોગી મહિલાઓનું સદભાગ્ય છે..આમ આ વિનામૂલ્યે થઈ રહેલી માનવસેવામાં હરરોજ એક નવું સોપાન ઉમેરાઈ રહ્યું છે એ અસ્તિત્વની કૃપા છે.સંપર્ક..

પૂ.ભક્તિબાપુ મો.ન.87587 52378

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here