વાડી વિસ્તારમાં ઘટના બની, તમામ બાળકોને પ્રથમ સિહોર સરકારી હોસ્પિટલ સારવાર બાદ વધુ સારવાર માટે ભાવનગર ખસેડવામાં આવ્યા
હરેશ પવાર..બ્રિજેશ ગૌસ્વામી
ઓન ધ સ્પોટ..બ્રેકીંગ ન્યુઝ.. ૭ વાગે
આ લખાઈ છે ત્યારે સાંજના ૭.૦૦ કલાકે મળતા પ્રાથમિક અહેવાલો મુજબ રંઘોળાના હડમતીયા નજીકના માનપુર ગામના વાડી વિસ્તારમાં ફૂડ પોઇઝનિંગની અસર નાના બાળકોને થઈ છે. જેમાં આ ગામના રીટા રાકેશભાઈ ઉ.વ.૩, રેખા રાકેશભાઈ ઉ.વ.૨, પિંકી ભૂરાભાઈ ઉ.વ.૩, મંજુ ભૂરાભાઈ તથા રીંકી ભૂરાભાઈ નામના ૫ બાળકોને ફૂડ પોઇઝનિંગ ની અસર થતા રંઘોળાની ૧૦૮ મારફતે સારવાર અર્થે પ્રથમ સિહોર અને ત્યારબાદ વધુ સારવાર માટે ભાવનગર લાવવામાં આવી રહ્યા છે.
તમામ બાળકો ૨ થી ૫ વર્ષની ઉંમર ના અને તમામ ની હાલત ગંભીર હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યું છે સુત્રોનું કહેવું છે કે બાળકોને ફૂડ પોઇઝનિંગ ની અસર થવા પામી છે જોકે તબીબી સારવાર બાદ બાળકોને શેની અસર થઈ છે તેનું સાચું કારણ જાણવા મળશે કામગિરી અને સેવામાં રંઘોળા ૧૦૮ ના પીયૂષ વ્યાસ અને હરેશ પરમાર સહિત સિહોર સરકારી હોસ્પિટલનો તબીબી સ્ટાફ સેવામાં જોડાયો હતો.