16 મી નવેમ્બરથી લગ્નની શરણાઈઓ ગુંજશે, નવા વર્ષમાં પહેલું શુભ મુર્હૂત 16 નવેમ્બર, 15 ડીસેમ્બરથી 13 જાન્યુઆરી સુધી કમુર્તા રહેશે

હરિશ પવાર
નવેમ્બર મહિનામાં દિપાવલીના તહેવારો બાદ ૧૬ મી નવેમ્બરથી લગ્નની શરણાઈઓ ગુંજી ઉઠશે. ૧૬ નવેમ્બર થી ૧૪ મી ડીસેમ્બર સુધી લગ્નામાત્ર ૧૩ મંગળ મુહુર્તો છે. નવા વર્ષમાં પહેલું શુભ મુહુર્ત ૧૬ નવેમ્બર છે અને ૧૫ ડીસેમ્બર થી ૧૩ જાન્યુઆરી સુધી કમુર્તા રહેશે. વર્ષ ૨૦૨૨ ના વર્ષનું પ્રથમ લગ્નનું મુહુર્ત ૨૦ મી જાન્યુઆરીએ છે અને ૧૪ મી માર્ચથી હોળાષ્ટક બેસશે જેથી શુભ પ્રસંગો ઉપર બ્રેક વાગી જશે.કોરોનાનું સંક્રમણ ઓછું થતાં અનેક  પરિવારો પોતાના વ્હાલસોયા સંતાનોને લગ્ન પ્રસંગે રંગચંગે ઉજવવા માટે ઉત્સુક બન્યા છે. છેલ્લા બે વર્ષમાં અનેક પરિવારોએ લગ્ન પ્રસંગો માણ્યા નહોતા અને અનેક કિસ્સાઓ સાદગીથી લગ્ન કરવામાં આવ્યા હતા.

દિવાળીના તહેવાર બાદ અનેક પરિવારોમાં શરણાઈના સુરા સાંભળવા મળી શકે છે. ૧૬ નવેમ્બરથી લગ્નસરાની મોસમ પુરબહારમાં શરૃ થશે અને છેક ૧૪ ડીસેમ્બર સુધી રહેશે અને તેમાં માત્ર ૧૩ મુહુર્તો છે. આ ઉપરાંત નવા વર્ષમાં પહેલું મુહુર્ત ૧૬ નવેમ્બરે છે અને ં૧૨ ડીસેમ્બરથી ૧૩ જાન્યુઆરી સુધી કમુર્તા રહેશે. જેથી શુભ અને માંગલિક પ્રસંગો થઈ શકશે નહી. આ ઉપરાંત વર્ષ-૨૦૨૨ના વર્ષનું પહેલું શુભ મુહુર્ત પોષ વદ બીજ ૨૦ જાન્યુઆરીએ રહેશે. અને ત્યાર બાદ એટલે કે ૧૪ માર્ચ થી હોળાષ્ટક બેસી જશે તેથી શુભકાર્યો ઉપર બ્રેક વાગી જશે. તે પુર્વનું છેલ્લું મુહુર્ત મહાવદ એકમ ગુરૃવારે ૧૭ ફેબુ્રઆરી રહેશે.

લગ્નના મુહુર્તો ક્યારે કયારે

૧૬ નવેમ્બર મંગળવાર, કારતક સુદ-બારસ, ૨૦ નવેમ્બર  શનિવાર કારતક વદ- એકમ, ૨૧ નવેમ્બર રવિવાર કારતક વદ – બીજ, ૨૬ નવેમ્બર  શુક્રવાર કારતક વદ-સાતમ, ૨૮ નવેમ્બર રવિવાર કારતક વદ નોમ, ૨૯ નવેમ્બર સોમવાર કારતક વદ-દસમ, ૩૦ નવેમ્બર મંગળવાર કારતક વદ અગિયારસ, ૧ ડીસેમ્બર બુધવાર કારતક વદ – બારસ, ૭ ડીસેમ્બર મંગળવાર માગસર સુદ પાંચમ, ૮ ડીસેમ્બર બુધવાર માગસર સુદ – પાંચ, ૯ ડીસેમ્બર ગુરૃવાર માગસર સુદ – છઠ્ઠ, ૧૩ ડીસેમ્બર સોમવાર માગસર સુદ – દસમ અને ૧૪ ડીસેમ્બર મંગળવાર કારતક વદ-અગીયારસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here