કૂર્યાત સદા મંગલમ્: અનેક નિયંત્રણો છતાં આ મહિનામાં લગ્નોની શરણાઈ ઠેરઠેર ગૂંજશે

બ્રિજેશ ગૌસ્વામી
બે મહિના જેવા લોક ડાઉન માં અનેક લગ્ન સમારોહ મુલતવી રહ્યા અને કેટલાંક પરિવારોએ સાદાઈથી લગ્ન પ્રસંગ પાર પાડ્યા. હવે અનલૉક પણ સાવ મોકળાશ વાળું નથી અને સ્થિતિ યથાવત થતાં લાંબો સમય વિતી જશે એવું લાગતાં આ મહિને અષાઢી બીજ સહિતના શુભ મુહૂર્તમાં પરિણય વિધિ કરી જ લેવા અનેક વર – વધૂ એ મન મનાવી લીધું છે. “છેલ્લા જાહેરનામા પ્રમાણે લગ્નવિધિ સ્થળ તરીકે પાર્ટી પ્લોટ, હોલ, વાડી, ધાર્મિક જગ્યાના ઉપયોગ પર પાબંધી નથી અને કેટલાક કિસ્સામાં સ્થળ ફેર કરવાની પણ બંને પક્ષને ફરજ પડતી હોય છે એટલે સ્થળનું બહૂ મહત્વ નથી પણ સોશીયલ ડિસ્ટન્સ અંગેના નિયમોનું કડક પાલન જરૂરી છે આમ આ મહિનામાં લગ્નોની શરણાઈ ઠેરઠેર ગૂંજશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here