નવનિયુક્ત પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણે તંત્રને તાકીદ કરીને મરામત કરવા સૂચનાઓ આપી…વિજપોલ ફરી અડીખમ
ગૌતમ જાદવ (મેઘવદર)
બે દિવસ પૂર્વે મેઘવદર ગામે ઇલેવન લાઈન નો વિજપોલ ગમે ત્યારે મોટા અકસ્માત ને નોતરું દે તેવી હાલતમાં હતો. જેની જાણ ત્યાંના રહીશો દ્વારા શંખનાદ ના પ્રતિનિધિ કરતા તંત્ર ના કાને અવાજ પોગાડવા અહેવાલ પ્રસિદ્ધ કરાયો હતો. આ અહેવાલ સિહોરના નવા પ્રાંત અધિકારી રાજેશ ચૌહાણ ને ધ્યાને આવતા તેમને પીજીવીસીએલ ના અધિકારીઓ ને તાબડતોબ દોડાવી ને પડું પડું થઈ રહેલા વિજપોલ ને સરખો કરાવીને ભયના ઓથાર હેઠે જીવતા ગ્રામજનોને હાશકારો કરાવ્યો હતો