કોરોનાના કેસ વધતા દરેક જિલ્લામાં પુરતો સ્ટાફ ન હોવાથી, સરકારી અને GMERS કોલેજો તથા પેરામેડિકલ કોલેજોના બીજાથી છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને વિવિધ કામગીરી સોંપાશે


બ્રિજેશ ગૌસ્વામી
રાજ્યમાં દિવસેને દિવેસ કોરોનાના કેસ વધી રહ્યા છે અને મોટા ભાગના તમામ જિલ્લામા કેસો વધી રહ્યા છે ત્યારે સરકાર પાસે તમામ જિલ્લામા પુરતો મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ-આસિસ્ટન્ટ સ્ટાફ ન હોવાથી સરકારે રાજ્યની તમામ સરકારી મેડિકલ કોલેજો અને પેરામેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી સોંપવા ઠરાવ કર્યો છે.જો કે આ વખતના ઠરાવમાં કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓનો ઉ્લ્લેખ કરવામા આવ્યો નથી. સરકારે અગાઉ પણ મેડિકલ-પેરામેડિકલના વિદ્યાર્થીઓને કોવિડની ડયુટી સોંપી કોવિડ સહાયક તરીકે કામગીરી લેવા ઠરાવ કર્યો હતો.જે અંતર્ગત સરકારી મેડિકલ કોલેજો તથા એનએચએલ-એલજી સહિતની અમદાવાદ કોર્પોરેશન સંચાલિત અને સુરતની સ્મીમેર મેડિકલ કોલેજોના વિદ્યાર્થીઓને કોવિડ ડયુટી સોંપવામા આવી હતી.

ઉપરાંત નર્સિંગના વિદ્યાર્થીઓને પણ કોવિડ ડયુટી સોંપાઈ હતી.આ મુદ્દે વિદ્યાર્થીઓ-વાલીઓએ ભારે વિરોધ પણ કર્યો હતો.ઉપરાંત હાઈકોર્ટમાં પીટિશન પણ થઈ હતી.દરમિયાન ફરિવાર  રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે ગઈકાલે કોવિડ સહાયક તરીકે સેવા લેવા મુદ્દે ઠરાવ કર્યો છે.જેમાં તમામ સરકારી મેડિકલ કોલેજો અને જીએમઈઆરએસ મેડિકલ કોલેજોના  વિદ્યાર્થીઓ તથા પેરામેડિકલ કોલેજોના બીજાથી માંડી છેલ્લા વર્ષના વિદ્યાર્થીઓને સંસ્થા ખાતે બોલાવી જરૂરિયાત મુજબ કોવિડ હોસ્પિટલમાં વિવિધ કામગીરી સોંપવા સૂચના અપાઈ છે. આ કામગીરીમાં ફિલ્ડ સર્વેલન્સ, સુપરવિઝન, ઈન્ફેકન્શ એન્ડ પ્રિવેન્શન એન્ડ કંટ્રોલ, સાયકો-સોશિયલ કેર ,નર્સિંગ આસિસ્ટન્ટસ અને હોમ આઈસોલેશનના દર્દીઓની સારસંભાળ સહિતની કામગીરી સોંપવામા આવી છે.

સરકારની સૂચના મુજબ આવતીકાલે ૨૨મીથી જ વિદ્યાર્થીઓને સંસ્થા ખાતે બોલાવી હોસ્પિટલના તબીબી અધિક્ષકના હવાલે મુકવાના રહેશે. આ માટે તમામ ડીનને સૂચના આપવામા આવી છે.અગાઉ પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને પણ કામગીરી સોંપવા ઠરાવ થયો હતો.પરંતુ આ ઠરાવમાં પ્રથમ વર્ષના વિદ્યાર્થીઓને સામેલ કરાયા નથી.ઉપરાંત આ ઠરાવમાં કોર્પોરેશન સંચાલિત મેડિકલ કોલેજેો બાબતે ઉલ્લેખ કરાયો નથી.જો કે હાલ કોર્પોરેશન કોલેજોના વિદ્યાર્થીઓ પાસેથી કોવિડ કામગીરી લેવામા આવી જ રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here