ફાર્માસીસ્ટોને માસિક મામુલી રકમ ચુકવીને દુકાનોમાં ટીંગાડી દેવાતી ડીગ્રી, બોગસ ડોકટરોના હાટડા પર તવાઈ કરતું તંત્ર મેડીકલ સ્ટોરને કેમ બક્ષી રહ્યું છે તે સવાલ


દેવરાજ બુધેલીયા
બોગસ ડોકટર, પેાથોલોજીસ્ટ વગરની લેબોરેટરી સહિતના પર તવાઈ બોલાવતું તંત્ર ફામાર્સીસ્ટ વગરના ગામે ગામ ધમાધમતા મેડીકલ સ્ટોર પર મીઠી નજર રાખીને બેઠું હોય તેવો તાલ જોવા મળી રહ્યો છે.ગાંધીનગરથી આરોગ્ય વિભાગની ટીમ જિલ્લા અને ગ્રામ્ય વિસ્તારોમાં ચાલતા કાળા કારોબારને ઉધાડા કરવા દરોડા પાડે તેવી માંગ ઉભી થઇ છે શહેરોથી લઈને ગામડાઓમાં મેડીકલ સ્ટોરનું વેપારીકરણ થઈ ગયું છે.

ફામાર્સીસ્ટોને માસિક મામુલી રૂ ૫ થી ૧૦ હજારની રકમ ચુકાવીને ભાડે લેવાતી ડીગ્રીથી સમગ્ર કાળો કારોબાર ચાલી રહ્યો છે.જેમાં દુકાન પર ફાર્માસીસ્ટની હાજરી હોતી નથી આમછતાં જવાબદાર સરકારી બાબુઓ દરોડા પાડવા જેવી કોઈ કામગીરી કરી હોય તેવું લોકોને યાદ નથી. તંત્રની મીઠીનજર હેઠળ ચાલતા આ કારોબારમાં સ્ટોર સંચાલકો લાખો કમાઈ રહ્યા છે બીજીતરફ લોકોના આરોગ્ય સાથે ખિલવાડ થઈ રહી છે.

ડોકટરો સાથે સાંઠગાંઠ કરીને ચાલતા આવા સ્ટોર પરાથી લોકોને અપાતી દવાઓ અનેક જોખમ ઉભા કરે છે. દવા અંગેના કોઈપણ અભ્યાસ વગરના યુવાનો લોકોને દવા દેતા હોય છે. જિલ્લા ના મોટાભાગના મેડીકલ સ્ટોરમાં શોભાના ગાંઠીયા સમાન કોઈપાસેથી ખરીદેલી ડીગ્રીઓ લટકતી જોવા મળે છે. બેંક બેલેન્સ વધારવા તમામ લોકો ભેગા મળીને કાયદાને નેવે મુકીને કામગીરી કરી રહ્યા છે. આરોગ્ય વિભાગની ટીમ સરપ્રાઈઝ દરોડા પાડે તેવી માંગણી જાગૃતો દ્વારા ઉઠી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here