પાલીતાણાની મોડેલ સ્કૂલ માનવડે મારી બાજી, બોર્ડ ની પરીક્ષાનું પરિણામ ૮૪.૧૩ ટકા

વિશાલ સાગઠીયા
ગઇકાલે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ ગાંધીનગર દ્વારા બોર્ડ ની પરીક્ષાનું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે જેમાં પાલીતાણા ખાતે આવેલ મોડેલ સ્કૂલ માનવડ ની સ્કૂલનું પરિણામ ૮૪.૧૩ ટકા આવ્યું હતું જ્યારે આ સરકારી શાળા માટે ગૌરવની વાત છે ત્યારે પાલીતાણાની આ સરકારી માનવડ સ્કૂલનું સારું એવું પરિણામ આવ્યું છે જેમાં સાચપરા નેન્સીબેન ને ૯૭.૨૧ પર્સન્ટાઇલ રેન્ક,ગોહિલ અમિષાબેનને ૯૪.૬૪ પર્સન્ટાઇલ રેન્ક,વાટવેસા આરતીબેનને ૯૪.૨૯ , પરમાર નિકિતાબેનને ૯૧.૬૭ પર્સન્ટાઇલ રેન્ક,મકવાણા પારુંલબેનને ૯૦.૯૧ પેર્સન્ટાઇન રેન્ક આવેલ.

જેમાં આ વિદ્યાર્થીનિઓએ પાલીતાણા તેમજ મોડેલ સ્કૂલ નું ગૌરવ વધારેલ ત્યારે આ સારા પરિણામ પાછળ વિદ્યાર્થીઓની અથાત મહેનત ,વાલીઓનો વિદ્યાર્થીઓએ સહકાર શિક્ષકોની મહેનત નું આ પરિણામ આવ્યું છે તેમજ ખાસ આ સ્કૂલના આચાર્ય સુરેન્દ્રકુમાર દામા એ વિદ્યાર્થીઓને અને વાલીઓ તથા શિક્ષકોને શુભેચ્છાઓ પાઠવી હતી અને આ વિદ્યાર્થીઓ આગળ ખૂબ પ્રગતિ કરે તેવા અભિનંદન આપ્યા હતા અને આ શાળાએ પાલીતાણામાં તાલુકામાં સારું એવું પરિણામ મેળવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here