ગુંદાળા રામનગર વિસ્તારના પચાસથી વધુ મજૂરો વલ્લભીપુરના મોણપર ગામે કપાસ વિંણવાની મજૂરી કામે જતા હતા તે વેળાએ ઘટના સર્જાઈ, ત્રીસથી વધુ મહિલાઓને નાની મોટી ઇજા


હરેશ પવાર : દેવરાજ બુધેલીયા
સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારના પચાસથી વધુ ખેત મજૂરોનો ટેમ્પો પલ્ટી મારી જતા થતા ત્રીસથી વધુ લોકોને નાની મોટી ઇજા પોહચી હતી ઇજાગ્રસ્તોને સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા આજે બુધવારે સવારે સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારના અંદાજે પચાસ જેટલાં ખેત મજૂરો મહિન્દ્રા પીકઅપ વાનમાં બેસી વલ્લભીપુર તાલુકાના મોણપુર ગામે ખેત મજૂરીએ જઈ રહ્યાં હતાં.

તે સમયે વાહન રોડ સાઈડમાં અકસ્માતે પલ્ટી ખાઈ જતાં 30 જેટલા ખેત શ્રમિકોને નાનીમોટી ઈજાઓ પહોંચી હતી, સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે સિહોર રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતાં. આથી અકસ્માતને લઈ ઇજાગ્રસ્તોને પ્રાઇવેટ વાહનો અને ૧૦૮ મારફત તાત્કાલિક સારવાર માટે સિહોરની સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા પ્રથમ સિહોર હોસ્પિટલ અને ત્યારબાદ ભાવનગર હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. અકસ્માતમાં સદભાગ્યે મોટી જાનહાની ટળી હતી.

બનાવની જાણ ગુંદાળા અને રામનગર વિસ્તારમાં વાયુ વેગે પ્રસરી

આજે સવારે ગુંદાળા અને રામનગર વિસ્તારમાંથી મજૂરી અર્થે ગયેલા લોકોના અકસ્માતની જાણ અહીં વાયુ વેગે પ્રસરી જતા લોકોમાં ચિંતાનો માહોલ ઉભો થયો હતો ચિંતા સાથે એકબીજા પૂછતાં કરતા જોવા મળ્યા હતા વિસ્તારના અનેક લોકો બનાવ સ્થળે પણ દોડી ગયા હતા બનાવની એકબીજાને જાણકારી આપી હતી

હોસ્પિટલમાં ડોક્ટરો અને વધુ સ્ટાફને તાકીદે બોલવાયો

સિહોરના મજૂરોનો અકસ્માત વલ્લભીપુર પાસે થયો હોવાની જાણકારી શંખનાદ પાસે સૌ પ્રથમ મળી હતી જેથી કવરેજ માટે શંખનાદના હરેશ પવાર હોસ્પિટલ ખાતે દોડી જઈને તબીબ ટિમોને બનાવની જાણ કરતા હોસ્પિટલના મુખ્ય તબીબો દ્વારા તમામ તબીબો અને સ્ટાફને અરજન્ટ હોસ્પિટલ ખાતે પોહચવા માટે સૂચનાઓ મળતા હોસ્પિટલમાં ડોક્ટરો અને વધુ સ્ટાફને હાજર થવા સૂચનાઓ મળી હતી

હોસ્પિટલમાં લોકોના ટોળે ટોળા ઉમટ્યા

બનાવને લઈ સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારના લોકોના ટોળા હોસ્પિટલ ખાતે દોડી ગયા હતા નગરસેવક અને સમાજસેવીઓ પણ અહીં દોડી આવ્યા હતા ઇજાગ્રસ્તોને સારવાર માટેની સેવામાં લાગ્યા હતા બનાવમાં ઇજાગ્રસ્તોની નાની મોટી ઈજા થતા ખેત મજૂર પરિવાર અને ગુંદાળા રામનગર વિસ્તારના લોકોએ રાહત અનુભવી હતું

સમાચારોમાં શંખનાદ વધુ એકવખત અગ્રેસર

શંખનાદ સંચાલક મિલન કુવાડિયાને સવારે ૯/૩૧ કલાક આસપાસ સિહોરના ગુંદાળા રામનગર વિસ્તારના લોકોનો અકસ્માત થયો હોવાની જાણકારી મળતા તેઓએ તુરંત ફિલ્ડમાં રિપોટિંગ અને ફોટોગ્રાફનું કામ કરતા સહયોગીને મેસેજ દ્વારા જાણ કરી ઘટનાની માહિતીઓ મેળવવા જણાવ્યું હતું બનાવની પુરી વિગતો સાથે શંખનાદ દ્વારા સૌ પ્રથમ બ્રેકીંગ ચલાવ્યા હતા બનાવને લઈ બપોર સુધી ઘટના અંગે શંખનાદ કાર્યાલય ખાતે લોકોનો પૂછતાંનો દોર રહ્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here