સિહોર આરોગ્ય વિભાગના અનિલ પંડિતે કહ્યું વર્ષાઋતુમાં મેલેરિયાના ઉપદ્રવ સામે સાવચેતી જરૂરી છે

હરેશ પવાર
મચ્છરનો ઈંડા મૂકવાનો સમય હોવાથી લોહીની જરૂર પડવાથી કરડે છે અને એ રીતે મેલેરિયા માનવીથી માનવીમાં ફેલાય છે સાવચેતી સાવધાની રાખવી આવશ્યક : આરોગ્ય વિભાગનો લોક સંદેશ

સિહોર સહિત પંથકમાં મેઘરાજાની પાધરામણી થઈ ચૂકી છે કૃષિપુત્રો સહિત તમામ વર્ગો ઘડીભર કોરોનાને ભૂલી વર્ષારાણીના આગમનને વધાવે છે ત્યારે આ ખુશી દરેકના જીવનમાં લાંબા સમય સુધી ચાલુ રહે તે માટે આ વરસાદી મોસમમાં જ્ન્મ લેતા મચ્છર અને તેનાથી થતાં મેલેરિયા રોગ સામે સાવચેતીના ભાગરૃપે આ રોગના લક્ષણો, સારવાર વિગેરે સિહોર આરોગ્ય વિભાગના અનિલ પંડિતે વિગતો આપી છે કહ્યું કે, મેલેરિયા રોગના મુખ્ય વાહકોમાં એનાફીલીસ માદા મચ્છર છે. આ મચ્છરનો બ્રિડિંગ સમય(ઈંડા મૂકવા) વરસાદી સમય છે.

આ કાર્ય માટે તેને લોહીની જરૂર પડતી હોવાથી માનવેને કરડે છે અને એ રીતે મેલેરિયા માનવીથી માનવીમાં ફેલાય છે એટલે જ મેલેરિયામાં ખાસ કરીને જુલાઇથી નવેમ્બર સુધી સાવાધાની વર્તવાની હોય છે રોગ થાય એ પહેલા જ સાવધાની રાખવામા આવે તો બચી શકાય છે માટે મચ્છર ન થાય એ માટે વરસાદમાં ઘર આગળ પાણી ન ભરાય પુખ્ત મચ્છર હંમેશા ઘરમાં દરવાજા અને બારીના ખૂણામાં ભરાયેલા હોવાથી સાફ રાખવા જરૂરી છે ઇલાજથી બહેતર બચાવ હોવાથી શક્ય હોય ત્યાં સુધી મચ્છરદાનીમાં સૂવું, ગુડનાઇટ, ધૂપ વિગેરે કરાય છે. એ પણ યોગ્ય છે. કારણ કે, મચ્છર લોહી લેવા સૂર્યાસ્ત પછીનો સમય જ પસંદ કરે છે જેથી પુરી સાવચેતી સંભાળ જરૂરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here