આમને સામને

ઉપસરપંચ કહે છે સરપંચે કોઈને વિશ્વાસમાં લીધા વગર પંચાયતમાં ઠરાવ થયા વગર ગૌચર જમીનમાં ઝાડ કપાવવાનું શરૂ કર્યું

સરપંચ કહે છે કે મારી વિરોધમાં ખોટા આક્ષેપો થયા છે જે કામો થાય છે તે ગામના હિત માટે થાય છે મારો કોઈ સ્વાર્થ નથી


દેવરાજ બુધેલિયા
સિહોરના મોટા સુરકા ગામની ગૌચર જમીન સાફ સફાઈ કરાવવાના મામલે ભારે વિવાદ જાગ્યો છે સિહોરની ત્રણ કિમિ દૂર સુરકા ગામે ગૌચર અને ફોરેસ્ટ જગ્યામાં મોટી માત્રમાં બાવળો અને ઝાડ ઊગી નીકળતા જે સાફ સફાઈ કરાવવા બાબતે સુરકા ગામના સરપંચ અને ઉપસરપંચ આમને સામને આવી જતા મામલો ખૂબ ચગ્યો છે સમગ્ર મામલે ભારે વિવાદ થયો છે છેલ્લા થોડા દિવસોથી સુરકા ગામની ગૌચર જમીનમાં જેસીબી દ્વારા સાફસફાઈ શરૂ કરાયું છે જે ગેરકાયદેર થતું હોવાનું ઉપસરપંચ કહે છે ત્યારે તમામ બાબતો ગામના હિતમાં થતી હોવાનું સરપંચ મીડિયા સામે જણાવે છે ત્યારે સમગ્ર મામલો ખૂબ પેચિદો અને વિવાસ્પદ સાથે બનાવમાં આક્ષેપ પ્રતિ આક્ષેપો થયા છે

બોક્સ..

– ૪ કે ૫ લાખનું કામ ઉધડું આપી દીધું

– ગામની ગૌચર જમીનમાં છેલ્લા થોડા દિવસોથી ઝાડ કાપવાનું શરૂ છે આ કામનું કોઈ પણ પ્રકારનું પંચાયતમાં ઠરાવ કરવામાં નથી આવ્યો અને ગામને જાણ કર્યા વગર આ કામ ૪ થી ૫ લાખમાં ઉધડુ આપી દીધું છે તે જાણ મને થઈ છે મેં આ બાબતની ફરિયાદ ઉચ્સ્તરે કરી છે તંત્ર અને સરકાર કાર્યવાહી કરે તેવી મારી માંગ છે.

– ઉપસરપંચ સુરેશભાઈ જોટાણા

– મારા પર પાયા વિહોળા આક્ષેપો

– મારા વિરોધમાં જે આક્ષેપો થયા છે તેમાં તદ્દન હું સામેલ નથી આ બાબત ગામના માલધારીઓની છે પશુ ચરે તેવી સ્થિતિ હતી નહિ માટે દરેકની સહમતીથી આ કામ થાય છે અને જે કઈ પૈસા આવે તે ગામના ગંગનાથ મંદિરમાં વાપરવાના છે મને અને મારા ભાઈને સમગ્ર બાબતમાં ખોટા સંડોવી દેવાયા છે અમે નિર્દોષ છીએ અને જ્યાં ગામના હિતની વાત હોઈ ત્યાં જ હોઈ છે

– સરપંચ ગોકુળભાઈ જોટાણા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here