ત્રણ વર્ષમાં ભાવનગર એમ.કે યુનિવર્સીટી હેઠળ ની કોલેજોમાં ૩૯૬૭૨ ટેબ્લેટ આપવામાં આવ્યા, સાયન્સ અને ટેકનોલોજીના યુગમાં ટેબ્લેટ થકી અફાટ માહિતી પ્રાપ્ત કરી રહ્યા છે વિદ્યાર્થીઓ.

સ્પર્ધાત્મક પરીક્ષાઓની હરીફાઈ માં ટેબ્લેટ મહત્વનું યોગદાન આપી રહ્યા છે, નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓના વિકાસ અને પ્રગતિ માટે મહત્વનું યોગદાન પ્રદાન કરી રહ્યા છે

સલીમ બરફવાળા
વર્ષ ૨૦૧૭-૧૮ માં સરકારે કોલેજના પ્રથમ વર્ષમાં એડમીશન પ્રાપ્ત કરનારા વિદ્યાર્થીઓને ટોકન દરે નમો ટેબ્લેટ નું વિતરણ કર્યું હતું. આજે ૩ વર્ષ બાદ ભાવનગર યુનિવર્સીટી હેઠળની વિવિધ કોલેજોમાં અભ્યાસ કરતા ૩૯૦૦૦ કરતા વધુ વિદ્યાર્થીઓને આ નમો ટેબ્લેટ આપવામાં આવ્યા છે . ૨૧ મી સદીના ટેકનોલોજી અને સાયન્સ ના યુગમાં દુનિયા સાથે તાલ મેળવવા આ નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યા છે. ૨૧ મી સદીનો યુગ એટલે સાયન્સ અને ટેકનોલોજીનો યુગ. આ આધુનિક યુગમાં ભારત સરકાર ડીઝીટલ ઇન્ડિયાને ભરપુર પ્રાધાન્ય આપી રહી છે અને તેમના માટે જરૂરી ગુણવત્તાયુક્ત ઈન્ટરનેટ સેવાઓ પણ પ્રાપ્ત કરાવી રહી છે.

ગુજરાતનો યુવા વિશ્વની સાથે કદમ મિલાવી શકે, સ્પર્ધાત્મક યુગમાં વિવિધ હરીફાઈનો સામનો કરી દુનિયા સાથે તાલ મિલાવી શકે તેમજ આજના યુવા વિદ્યાર્થીઓને દેશ અને વિદેશના વિવિધ અભ્યાસક્રમો સહિતની સુવિધા ઝડપી અને સ્વતંત્ર રીતે પ્રાપ્ત કરી શકે તે માટે છેલ્લા ૩ વર્ષથી કેન્દ્ર સરકારની યોજના હેઠળ નમો ટેબ્લેટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ભાવનગર મહારાજા કૃષ્ણકુમારસિંહજી યુનિવર્સીટીની વિવિધ ફેકલ્ટીઓમાં કોલેજના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૧૭ માં ૧૩૪૫૮, વર્ષ ૨૦૧૮ માં ૧૩૨૩૨ અને વર્ષ ૨૦૧૯ માં ૧૨૯૮૨ મળી કુલ ૩ વર્ષમાં ૩૯૬૭૨ નમો ટેબ્લેટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

જેના થકી તેઓ અફાટ માહિતી નો ભંડાર એકત્રિત કરી રહ્યા છે. આમ નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓના વિકાસ અને પ્રગતિ માટે મહત્વનું યોગદાન પ્રદાન કરી રહ્યા છે અને જે માટે સરકારનું આ કદમ વિદ્યાર્થીઓને આધુનિક યુગ સાથે તાલ મેળવવામાં મદદરૂપ બની રહ્યા છે નમો ટેબ્લેટ વિદ્યાર્થીઓને ટોકન દરે એટલેકે માત્ર ૧૦૦૦ રૂ. માં આપવામાં આવ્યા હતા તેમજ ઓબીસી-એસસી-એસટી સમાજના વિદ્યાર્થીઓને ફ્રી આપવામાં આવ્યા હતા. જેના થકી તેઓ સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ અને જાણકારી મેળવી રહ્યા છે ઉપરાંત દુનિયા સાથે તાલ મેળવી પોતાના જ્ઞાન ભંડારમાં વધારો પણ કરી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here