નારી ચોકડી પાસે કામગીરી હાથ ધરવામાં આવતા વાહન ચાલકોને મૂશ્કેલી ; ભાવનગર-અમદાવાદ હાઈ-વેની કામગીરી ધીમી હોવાથી લોકોમાં કચવાટ

હરીશ પવાર
મોટાભાગના સરકારી કામ સમયસર થતા નથી તેથી લોકોની મૂશ્કેલી વધતી હોય છે, આવુ જ ભાવનગર-અમદાવાદ હાઈ-વેમાં જોવા મળી રહ્યુ છે. આ કામગીરી લાંબા સમયથી ચાલી રહી છે અને ધીમી ચાલી રહી છે તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. આ કામગીરી માટે તાજેતરમાં નારી ચોકડીનુ સર્કલ પણ તોડી પાડવામાં આવ્યુ છે. નારી ચોકડી પાસે કામગીરી કરવામાં આવતા વાહન ચાલકોની મૂશ્કેલી વધશે તેમ જણાય રહ્યુ છે.

નારી ચોકડી પાસેનુ સર્કલ તાજેતરમાં તોડી પાડવામાં આવેલ છે. આ રોડ પર હવે નવો બ્રીજ બનાવવાનો હોવાથી સર્કલ તોડી નાખવામાં આવ્યુ હોવાનુ સુત્રોેએ જણાવેલ છે. ભાવનગર-અમદાવાદ રોડની કામગીરી ઘણી કામગીરી પૂર્ણ થઈ ગઈ છે પરંતુ હજુ કેટલીક કામગીરી બાકી છે. આ રોડ આશરે છેલ્લા બે વર્ષ કરતા વધુ સમયથી બની રહ્યો છે.

પરંતુ કામગીરી ખુબ જ ધીમીગતીએ ચાલતી હોવાથી હજુ કામગીરી પૂર્ણ થઈ નથી. આ રોડ બે વર્ષ બાદ પૂર્ણ થયો નથી તેથી વાહન ચાલકો કચવાટ કરતા નજરે પડી રહ્યા છે. સરકાર દ્વારા વિકાસની મોટી મોટી વાતો કરવામાં આવે છે અને જાહેરાતો કરવામાં આવે છે પરંતુ કામગીરી સમયસર પૂર્ણ થતી નથી તેથી લોકોની પરેશાની વધતી હોય છે. રોડની કામગીરી સમયસર પૂર્ણ થાય તેવુ સરકારી તંત્રએ આયોજન કરવુ જરૂરી છે. મોટાભાગના રોડના કામ સમયસર થતા નથી તેથી વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ઉઠતા હોય છે.

ચોમાસા દરમિયાન પણ રોડના કામ શરૂ રાખવામાં આવતા લોકોની મૂશ્કેલી વધતી હોય છે અને અકસ્માતના બનાવ પણ બનતા હોય છે ત્યારે આ બાબતે સરકારી તંત્રએ યોગ્ય પગલા લેવા જરૂરી છે. ભાવનગર-અમદાવાદ હાઈ-વે પરથી રોજ હજારો વાહન પસાર થાય છે તેમ છતા રોડની કામગીરીમાં ઠાગાઠૈયા કરવામાં આવી રહ્યા છે. રોડની કામગીરી ઝડપી થાય તો વાહન ચાલકોને રાહત થાય તેમ લોકમુખે ચર્ચાય રહ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here