આરઆરસેલ અને વરતેજ પોલીસે દારૂની ૩૬૮૪ બોટલ, મોબાઇલ અને આઇશર મળી કુલ રૂા. ૧૪,૦૮,ર૦૦ના મુદ્દામાલ સાથે ૪ની કરેલી અટકાયત

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર અમદાવાદ ટુંકા માર્ગેથી ભાવનગર આવી રહેલ વિદેશી દારૂ ભરેલ આઇશર સાથે પોલીસે ૪ શખ્સોની દારૂ કિંમત રૂપિયા ૧૧,૦પ,ર૦૦ અને આઇશર મળી ૧૪,૯૮,ર૦૦નો મુદ્દામાલ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. કોરોના મહામારી સંદર્ભે ૪,૪ લોકડાઉન બાદ અનલોક–૧માં ભાવનગર શહેર અને જિલ્લામાં વિદેશી દારૂની હેરાફેરી તેમજ અન્ય રાજયોમાંથી વિદેશી દારૂ ધુસાડવાની પ્રવૃત્તિમાં વધારો થઇ રહ્યો છે, તો પોલીસ તત્રં દ્રારા પણ દારૂની હેરફેર અને વેચાણ કરતા તત્વ્ો સામે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

જેમાં નારી ચોકડી નજીક સિદસર જવાના રોડ પર ભાવનગર–અમદાવાદ ટુંકા માર્ગથી આવી રહેલ આઇશર નંબર એચ.આર. પપ ટી ૬૯૭૮ને આરઆરસેલ અને વરતેજ પોલીસે શંકાના આધારે અટકાવી તલાશી લેતા આઇશરમાંથી વિદેશી દારૂની ૩૬૮૪ બોટલ કિમતં રૂપિયા ૧૧,૦પ,ર૦૦ની મળી આવતા પોલીસે આઇશર અને મોબાઇલ મળી કુલ રૂપિયા ૧૪,૦૮,ર૦૦ના મુદ્દામાલ સાથે શિવમ સતિષ ચદ્ર યાદવ (રે. ઉત્તરપ્રદેશ) અજય કુમાર શ્રીસત બીરસીંગ (રે. નવી દિલ્હી), સતપાલ રામવિલાસ મિત્તલ (રે. ગુડગાંવ) અને શિવરાજ ઉર્ફે શિવભાર બાલુ કામળીયા (રે. તળાજા ભાવ.)ને ઝડપી લઇ તમામને કોરોના પરિક્ષણ અર્થે હોસ્પિટલમાં ખસેડવા તેમજ પ્રોહિબીશન હેઠળ વરતેજ પોલીસ મથકમાં મોડીરાત્રે ગુનો દાખલ કરાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here