ભાવનગર વલભીપુર હાઇવે યમરાજાનો પડાવ, બાઇક સામ-સામે અથડાતા ઉંડવી અને રોજકા ગામના બન્ને યુવકોના ઘટના સ્થળે મોત થયા

બ્રિજેશ ગૌસ્વામી
ભાવનગર વલભીપુર અમદાવાદ માર્ગ કેજે દિન પ્રતિદિન ગોઝારો બની રહ્યો છે આ માર્ગ પર સર્જાતી અકસ્માતની હારમાળા અનેક પરિવારોની વેદનાનું કારણ બની છે આ માર્ગ પર સમયાંતરે યમરાજની હાજરી જોવા મળે છે જેનું કારણ આ માર્ગને ફોરલેન કરવામાં તંત્રની આળસ અને અણ-આવડત નજરે ચડે છે ગઈકાલની ઘટનામાં બે પરિવારોમાં ભારે આક્રંદ છવાયો છે સિહોરના નેસડા ગામ નજીક ઉંડવી રોડ પર ભાવનગર વલભીપુર હાઇવે પાસે બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત સજાર્તા બે વ્યિક્તના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા જ્યારે અન્ય એકને ગંભીર ઇજા થતા સારવાર અર્થે હોસ્પીટલ ખસેડાયા છે. જયાં તેની સ્થિતિ સુધારા પર છે.

ઉંડવી પાસે રાજ હંસ વિદ્યાસંકુલ સ્કુલ પાસે રોડપર બે બાઇક વચ્ચે ધડાકાભેર અકસ્માત થતા કમલજીતસિંહ પ્રદિપસિંહ ચુડાસમા (ઉં.વ.20, રે રોજકા) તથા નિંકુજભાઇ કાનદાસ કાપડી (રે ઉંડવી) નુ ઘટના સ્થળે મોત નિપજ્યુ હતુ. જ્યારે અન્ય એક ઇજાગ્રસ્ત શિક્તરાજસિંહ નરેન્દ્રસિંહ ચુડાસમાને (ઉ.વ.25) ગંભીર ઇજા થતા ભાવનગર ખાનગી હોસ્પીટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા છે. આ ઘટનાની જાણ થતા વરતેજ પોલીસ મથકના પી.એસ.આઇ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી જઇ આગળની તપાસ શરૂ કરી હતી. જ્યારે બન્ને મૃતકની પી.એમ સહિતની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી ઘટના એટલી ભયાનક હતી કે નજરે જોનારાઓના રુવાડા બેઠા કરી દેનારી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here