જન્માષ્ટમી અને ગણેશ ચતુર્થીની નિયંત્રણો સાથે ઉજવણીની છૂટ મળતા, દોઢ વર્ષ બાદ આ વર્ષે નિયંત્રણો સાથે નવરાત્રિ ઉજવવાની મંજૂરી મળવાની શકયતા

બ્રિજેશ ગોસ્વામી
કોરોના કાળનાં દોઢ વર્ષ બાદ હવે કોરોના કાબુમાં રહેતા જન્માષ્ટમીની ઉજવણી રંગે ચંગે કરવામાં આવ્યા બાદ હવે ગણેશ ચતૂર્થી માટે મંડળો આખરી તૈયારી કરી રહયા છે. દરમિયાન આ વર્ષે નવરાત્રિમાં ગરબાની છૂટ મળવાની આશાએે કેટલાક પ્રાચીન મંડળોએ બાળાઓને ગરબાની પ્રેકટીસ શરૂ કરાવી દીધી છે. બાળાઓમાં પણ આ વર્ષે ઉત્સાહ જોવા મળી રહયો છે.

ચાર ફૂટનાં ગણપતિની મૂર્તિ સાથે દસ દિવસના ઉત્સવની ઉજવણી માટે કેટલાક નિયંત્રણો સાથે છૂટ આપવામાં આવતા સિહોર શહેર અને જિલ્લામાં કેટલાક મંડળા તૈયારીને આખરી ઓપ આપી રહયા છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ ઉજવવા જઈ રહયા છેેે. ગત વર્ષે કોરોનાને કારણે છૂટ મળી નથી. આ વર્ષે નવરાત્રિમાં પ્રાચીન ગરબીઓને કેટલાક નિયંત્રણો સાથે છૂટ મળવાની આશા મંડળોનાં આગેવાનોને છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here