ખેલૈયાઓ આનંદો, નવરાત્રિમાં છૂટ આપવા સરકારની વિચારણા

કેન્દ્રની માર્ગદર્શિકા આધારે ગરબાનું આયોજન થશે, કેવી રીતે, કેટલા સમય સુધી, કેટલા લોકો ગરબા રમી શકે તે અંગે રાજ્ય સરકાર વિચારી રહી છે


હરેશ પવાર
કોરોનાના સંક્રમણને કારણે હાલ ધાર્મિક તહેવારો,મેળાવડા પર પ્રતિબંધ મૂકાયો છે .આગામી દિવસોમાં રૂમઝૂમ કરતી નવલી નવરાત્રી આવી રહી છે ત્યારે ખેલૈયાઓ માટે આનંદના સમાચાર એછેકે, રાજ્ય સરકાર નવરાત્રીમાં છુટછાટ આપી શકે છે.
ખુદ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ગરબાની છૂટ માટે સંકેતો આપ્યા છે. તેમણે સ્પષ્ટ કર્યુ હતુંકે,  કેન્દ્રની ગાઇડલાઇન મુજબ રાજ્ય સરકાર કેવી રીતે ગરબાનુ આયોજન કરી શકાય તે માટે વિચારણા કરી રહી છે.
ગુજરાતમાં કોરોનાના કેસો વધ્યાં છે. રોજ ૧૩૦૦ કેસો નોંધાઇ રહ્યાં છે. આ સંજોગોમાં નવરાત્રીનુ આગમન થઇ રહ્યુ છે. અત્યારે તો રાજ્ય સરકારે કોરોનાની મહામારી વધુ વકરે નહી તે માટે ધાર્મિક તહેવારો,મેળાવડા પર રોક લગાવી છે.અત્યાર સુધી ખુદ એવુ અસમંજસનો માહોલ પ્રવર્તી રહ્યો હતોકે,નવરાત્રી યોજાવી કે નહીં.

અનલોક-૪ પછી અમુક અપવાદને બાદ કરતાં મોટાભાગના પ્રતિબંધ હટાવી લેવાયા છે ત્યારે ગરબા આયોજકોએ પણ રાજ્ય સરકાર સમક્ષ એવી માંગ કરી હતીકે, માસ્ક-સોશિયલ ડિસટન્સ સહિત માર્ગદર્શિકા મુજબ ગરબા યોજવા છુટછાટ આપવામાં આવે. રાજ્ય સરકાર નવરાત્રીમાં છુટ આપવા વિચારી રહી છે. કેન્દ્રની ગાઇડલાઇન મૂજબ ગરબાનુ આયોજન કેવી રીતે કરવું , કેટલા સમય સુધી ગરબા રમી શકાશે, એક સૃથળે કેટલી સંખ્યામાં લોકો ગરબા રમી શકે તે માટે સરકાર આયોજન કરી રહી છે. રાજય સરકાર યોગ્ય સમયે જાહેરાત કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here