સાધ્વી જ્યોત્સનાબહેન ને માતાપિતા માટેના પ્રેમના જ્ઞાનની સરવાણી વહાવી

હરેશ પવાર
ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો જ મહિનો એમ કહીએ તો ના નહિ. જાણે પ્રેમ અઠવાડિયામાં જ પૂરો થઈ જવાનો હોય તેવું લાગે અને તેમાં યુવતીઓ ખાસ કરીને ખોટા આકર્ષણ નો ભોગ બનતી હોય છે. ત્યારે સિહોરના નેસડા ખાતે હરિઓમ વૃદ્ધાશ્રમમાં માતૃપિતૃ પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. યુવાનો અને યુવતીઓને પ્રેમના સાચા અર્થ અને પરિવાર માટે પ્રેમના સંસ્કારો ના પાઠ શીખવામાં આવ્યા હતા.

અહીં સંત શ્રી આશારામ બાપુ ના શિષ્યા સાધ્વી જ્યોત્સનાબહેનનો સત્સંગ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. અહીં જ્યોત્સનાબહેન એ ઉપસ્થિત લોકોને સત્સંગની સરવાણી વહાવી હતી અને જ્ઞાનની વાતો સમજાવી હતી. અહીં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા અને યુવક યુવતીઓ દ્વારા પોતાના માતાપિતા નું પૂજન કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here