સણોસરા નજીકના નોંધણવદર પંથકમાં વાવાઝોડા અને ભારે પવને તારાજી સર્જી દીધી, અનેક વિજપોલ ધરાશાઈ, ખેતરોમાં પાકનો સોથ વાળી દીધો, ખેતી પાયમાલ, વ્યાપક નુકશાન

સલીમ બરફવાળા
સિહોરના સણોસરા નજીક નોંધણવદર ગામે ભારે પવન અને વાવઝોડાએ ભારે તારાજી સર્જી દીધી હોવાના અહેવાલો પ્રાપ્ત થયા છે. આજે સમી સાંજથી સિહોર સહિત જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં કમોસમી પવન અને વરસાદ પડ્યો હોવાના અહેવાલો મળી રહ્યા છે કમોસમી વરસાદે ખેતીમાં તારાજી સર્જી દીધી છે.

ખેતરોમાં ઉભા પાકને માવઠા થી ભારે નુકશાન થયું છે ભારે પવન સાથે વરસાદ ના કારણે ઉભો પાક ઢળી ગયો છે તેવી સ્થિતિમાં સણોસરા નજીકના નોંધણવદર ગામે ભારે પવન અને વરસાદના કારણે ભારે તારાજી સર્જાઈ છે અનેક વીજ પોલ ધરાશાઈ થયા છે અનેક મકાનો ઉપર વિજપોલ પડ્યા હોવાની ખબર મળી છે.

તસવીરો પણ ચોંકાવનારી સામે આવી છે કુદરતની થપાટના કારણે જગતનો તાત લાચાર બન્યો છે નોંધણવદર પંથકમાં આવેલ વાવાઝોડા અને ભારે પવને તારાજી સર્જી દીધી છે કેટલાક વિજપોલ ધરાશાઈ થયા હોવાના અહેવાલો મળી રહ્યા છે ભારે પવને ખેતરો અને વાડીઓમાં પાકનો સોથ વાળી દીધો છે અને ખેતી પાયમાલ બની છે. જગતના તાત ને એક તરફ કોરોના વાયરસના મારની કળ ઉતરી નથી ત્યાં વધુ એક આફત માથે આવી પટકાઈ ગઇ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here