ધોરણ 12ની શાળાઓ આજથી શરૂ થતા વિદ્યાર્થીઓ ખુશખુશાલ

50 ટકા કેપેસિટી સાથે વર્ગો શરૂ થયા, વાલીઓની સમંતિ બાદ વિદ્યાર્થીઓને શાળામાં પ્રવેશ અપાયો

બ્રિજેશ ગોસ્વામી
કોરોનાની બીજી લહેર ધીમી પડતા હવે સરકાર દ્વારા ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, જ્યારે કોરોનાની બીજી લહેરની શરૂઆત થતાં જ સંપૂર્ણ શિક્ષણ ઓનલાઈન કરવામાં આવ્યું હતું. જેને કારણે અનેક અગવડ પડી રહી હતી, શાળાઓમાં આજથી ધોરણ 12ના ઓફલાઈન વર્ગો શરૂ કરવામાં આવ્યાં છે. સ્કૂલોએ વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી સંમતિ મેળવી છે.

વિદ્યાર્થીઓમાં પણ ઓફલાઈન અભ્યાસને લઈને ખુશી દેખાઈ રહી છે.શાળાઓ આજથી વિદ્યાર્થીઓ માટે ઓફલાઈન શિક્ષણ શરૂ કરવામાં આવ્યું છે. પહેલા જ દિવસે 50 ટકા કેપેસીટી સાથે વિદ્યાર્થીઓ હાજર રહ્યાં છે. અને શાળાઓના વર્ગખંડમાં વિદ્યાર્થીઓને સોશિયલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે બેસાડવામાં આવ્યાં હતાં. વાલીઓ પાસેથી સંમતિ પત્રક મેળવીને જ વિદ્યાર્થીઓને વર્ગમાં પ્રવેશ આપવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here