ભાવેણા ન્યુઝ દ્વારા ઓનલાઈન તલવારબાજીનું આયોજન


મિલન કુવાડિયા
કોરોનાની સ્થિતિને ધ્યાને લઇ ભાવેણા ન્યુઝ દ્વારા ઓનલાઇન તલવાર બાજી કાર્યક્રમ આયોજન કરાયું હતું જેમાં ભાવનગર સહિત અમદાવાદ વડોદરા ભરૂચ રાજકોટ ગોંડલ કચ્છ વગેરે જિલ્લાઓમાંથી ૧૦૦ થી વધુ ક્ષત્રિય બહેનો સાથે ૧૧ જેટલા ગ્રુપ પોતાના વિડીયો દ્વારા ભાગ લીધો હતો. આ કાર્યક્રમનો મહત્વનો હેતુ બહેનો પોતાની આત્મશક્તિ ને સાક્ષાત્કાર કરી પોતે નવદુર્ગા નું રૂપ છે.

તેવી અનુભૂતિ સાથે આત્મવિશ્વાસમાં વધારો કરવાનો હતો આ કાર્યમાં ગોહિલવાડ મહિલા સમાજના પ્રમુખ ભૂમિબા ચુડાસમા , હેતલબા જાડેજા નંદનીબા ગોહિલ, અને નિર્ણાયક બાઈસારાજ તલવારબાજી ગ્રુપ અમદાવાદ અને તલવારબાજી ટ્રેનર એવા જલ્પાબા જાડેજા મહત્ત્વનો સહકાર મળ્યો હતો સાથે ભાવેણા ન્યૂઝના તંત્રી મહિપતસિંહ જાડેજા સ્પર્ધકોને સર્ટિફિકેટ અને વિજેતાઓને ૧૫ ટ્રોફી આપવામાં આવી હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here