પાલનપુર ના ચાપી આરોગ્યના ઓક્સિજન પ્લાન્ટના ઉદ્ઘાટન પ્રસંગે સિહોરના દલિત આગેવાનો પહોંચ્યા

શંખનાદ કાર્યાલય
રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના કન્વીનર અને વડગામ બેઠક ના ધારાસભ્ય જિગ્નનેશ ભાઇ મેવાણી એ ગુજરાતમાં સૌથી મોટા ઓક્સિજન પ્લાન્ટ નુ ઉદઘાટન પ્રસંગે આજે પાલનપુર ના ચાપી સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આજે લોકો ની સેવા માં ઓક્સિજન પ્લાન્ટ ખુલ્લો મુકવામાં આવ્યો હતો.

તે પ્રસંગે આખા ગુજરાતમાં થી રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ની ટીમ ના આગેવાનો હાજર રહ્યા હતા જેમાં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહ કન્વીનર માવજી ભાઇ સરવૈયા રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના બોટાદ જિલ્લા ના પ્રમુખ કિરતીભાઇ ચાવડા ભાવનગર કમૅચારી વિંગના પ્રમુખ હષૅદ ભાઇ બાંભણીયા બોટાદ ના

અશ્વિન ભાઇ મેરીયા બીપીન ડાભી અશ્વિન ભાઇ પરમાર અમિત ધાધલ જયન્તી ભાઇ મેરીયા સહીતના ભાવનગર જિલ્લાના અને બોટાદ જિલ્લા ના આગેવાનો એ આજે વડગામ વિધાનસભા બેઠકના ચાપી આરોગ્ય કેન્દ્ર ખાતે માનનીય જિગ્નનેશ ભાઇ મેવાણી સાથે હાજરી આપી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here