શિક્ષક મહેશભાઈ ચુડાસમા (ભદ્રાવળ) એ વિશિષ્ટ શિક્ષણ થકી ૨૦૦ યુવાનોને સરકારી નોકરી અપાવી

સલીમ બરફવાળા
પાલિતાણા તાલુકામાં શિક્ષક મહેશભાઈ ચુડાસમા પ્રેરિત ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત ઓમ જય શ્રી ગિરનારી યુવા કેરીયર એકેડમી એ યુવાનોને સરકારી નોકરી માટેની સ્પર્ધાત્મક પરિક્ષાઓમાં સફળતા પ્રાપ્ત થાય તે માટે વ્યાજબી ફીમાં છેલ્લા ત્રણ વષઁથી કલાસીસ શરૂ કરવામાં આવેલ છે આ દરમિયાન તેમના કલાસીસમાં આવતા યુવાનો ને આજ દિન સુધીમાં ૧૦૦ થી વધુ યુવાનોને આર્મીમેન તથા ગુજરાત સરકારની અન્ય ભરતીમાં ૨૦ જેટલા યુવાનો ને નોકરી અપાવી અંદાજીત કુલ ૨૦૦ યુવાનો કલાસીસ થકી નોકરી મેળવી પગભર સરકારી નોકરી તરફ વળે તે હેતુસર આ એકેડમી દ્રારા બહેનો માટે અડધી ફ્રી રાખવામાં આવેલ છે.

યુવાનો માટે મહિને ૧૨૦૦ રૂપિયા અને બહેનો માટે ૬૦૦ રૂપિયા ફ્રી રાખી મહિલા સશક્તિકરણ માં યોગદાન આપી રહ્યા છે.વધુમાં આ એકેડમી દ્રારા નિરાધાર મા-બાપ વગરના ભાઈઓ બહેનો માટે તદ્દન વિનામુલ્યે શિક્ષણ આપવામાં આવે છે.તાજેતરમાં આવેલ આમીઁના પરિણામ માં ૨૭ યુવાનો પાસ થયા છે અને ગયા વષેઁ કલાસીસમાં આવેલ દરેક ૧૭ યુવાનો પાસ થઈ આ એકેડમી એ ૧૦૦% રિજલ્ટ મેળવ્યું હતું. તદ્દ ઉપરાંત ૨૦૧૬ ની ફોરેસ્ટ, પોલીસ અને બિનસચિવાલયની ભરતીમાં ૪૩ યુવાનો અને ૨૦૧૯ ની પોલીસ ભરતીમાં ૫૭ યુવાનો તથા એસ.એસ.સી સ્ટાફ – સિલેક્શન ની ભરતીમાં ૩૫ નું સિલેક્શન થયું હતું.

પીયુન,કન્ડકટર,બેલીફ જેવી ભરતીઓમાં કલાસીને પોતાનું પ્રતિનીધિત્વ જાળવી રાખીને કુલ ૨૦૦ ઉપર વિધાથીઁઓને સરકારી નોકરી અપાવવામાં સફળતા મેળવી છે ગત ૨૦૧૯ ની પોલીસ ભરતીમાં પાલીતાણા તાલુકાના ભારાટીબા ગામનાં યુવાન ખેરાળા વિશાલભાઈ એ સમગ્ર ગુજરાતમાં ૭મો ક્રમ મેળવીને એકેડમી અને પરીવારનું નામ રોશન કયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here