પાલીતાણાના ઘેટીમાં જુગાર રમતા ચાર ઝડપાયા, ૧૦૩૬૦ નો મુદ્દામાલ કબ્જે

વિશાલ સાગઠીયા
પાલીતાણા પોલીસના ઉચ્ચ અધિકારીઓની સૂચના મુજબ ડી-સ્ટાફના માણસો પો.સ્ટે વિસ્તારમા પેટ્રોલીંગમા હતા તે દરમ્યાન ખાનગી બાતમી રાહે હકિકત મળેલ કે પાલીતાણા ઘેટી ગામ રામાપીરના મંદીર સામેના ખાંચામા ખુલ્લા ખેતરમા અમુક ઇસમો જાહેરમા ગંજીપતાના પાના વડે પૈસાની હારજીતનો જુગાર રમી રમાડે છે તેવી ખાનગી રાહે ચોક્કસ હકિકત મળતા સદર જગ્યાએ રેઇડ કરતા આરોપી (૧) લક્ષમણભાઇ ઉર્ફ કાળુ ઝવેરભાઇ મકવાણા કોળી ઉવ-૩૫ રહે-વાળુકડ ગામ તા- પાલીતાણા (૨) હરેશભાઇ મનજીભાઇ પરમાર કોળી ઉવ-૩૧ રહે-બહારપરા ઘેટી ગામ તા-પાલીતાણા (૩) જીતુભાઇ ગોવીંદભાઇ ઉર્ફ ગાંગાભાઇ બાબરીયા ઉવ-૪૦ રહે-રામાપીરના મંદીર પાસે ઘેટી ગામ તા- પાલીતાણા (૪) શૈલેષભાઇ ઉર્ફ ટીણાભાઇ શામજીભાઇ ચાવડા કોળી ઉવ-૪૦ રહે-રામાપીરના મંદીર પાસે ઘેટી ગામ તા- પાલીતાણા વાળાઓ પાસેથી રોકડા રૂ.૧૦,૩૬૦/- તથા ગંજીપતાના પાના નંગ-૫૨ કી.રૂ.૦૦ મળી કુલ રૂ.૧૦,૩૬૦/- ના મુદામાલ સાથે ચાર આરોપીઓને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here