દેશ-વિદેશમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉંની યાત્રા માં જોડાયા, શ્રાવક શ્રાવિકાઓ, સાધુભવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા

પાલ માં ૭૦,૦૦૦ જેટલા યાત્રિકો અને સ્થાનિકો આવ્યા, યાત્રિકોને દૂધ-પાણીથી જમણા પગનો અંગુઠો ધોઈ, કુમકુમ નું તિલક કરી સંઘ પૂજન કરવામાં આવે છે.

મિલન કુવાડિયા
સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલીતાણાના સાશ્વત તીર્થ શેત્રુંજય ગિરિવર ઉપર છ ગાઉ પરિક્રમા ફાગણ સુદ તેરસ એટલે આજે વિધિવત જયજય શ્રી આદિનાથના જયઘોષ સાથે આજે સવારે ચાર વાગ્યે પાલીતાણા જ્ય તળેટી થી પ્રારંભ થયો હતો. આ છ ગાઉં ની યાત્રામાં દેશ-વિદેશમાંથી હજારો યાત્રિકો પાલીતાણા ગિરિવર છ ગાઉંની યાત્રા માં જોડાયા હતા. અપૂર્વ ભક્તિભાવ અને હર્ષોલાસના ઉછંળતા દરિયા વચ્ચે હજારોની સંખ્યામાં નાના-મોટા સહુને જય શત્રુંજય, જય આદિનાથ, જય સિદ્ધાચલ, જય પાલીતાણાના પ્રચંડ નાદ સાથે યાત્રા પૂર્ણ કરી હતી. જ્યાં અનંત આત્માઓ મોક્ષ ને પામ્યા છે તેવા શાશ્વત ગીરીરાજ શેત્રુંજય ની છ ગાઉની યાત્રાનું અનેરું મહત્વ રહેલું છે.

ફાગણ સુદ તેરસના દિવસે દર વર્ષે આ છ ગાઉની યાત્રા યોજાય છે ત્યારે આજે વહેલી સવારના પાલીતાણા શેત્રુંજય ગીરીરાજ ની તળેટી માંથી જયજય આદિનાથના જયઘોષ સાથે વિધિવત પ્રારંભ થયો હતો.આં છ ગાઉંની યાત્રા માં આજે દેશભર ઉપરાંત વિદેશમાંથી સિત્તેર થી ૭૫હજાર શ્રાવક શ્રાવિકાઓ, સાધુભગવંતો, સાધ્વીજી ભગવંતો બહોળી સંખ્યામાં જોડાયા હતા. તેમજ સિદ્ધવડ પાલ માં એક લાખ કરતા વધુ યાત્રિકો અને સ્થાનિકો જોડાયા હતા. છ ગાઉની યાત્રાની શરૂઆત શત્રુંજય તીર્થની તળેટીએથી શરૂ થઇ ગિરિરાજ ઉપર શ્રી આદીશ્વર દાદાની મોટી ટૂકમાં દર્શન કરીને રામપોળની બહાર નીકળી દેવકીષટ્નંદનની દેરી આવે છે, ત્યાં ટેકરી ઉપર દર્શન કરે છે, ચૈત્યવંદન કરે છે,પછી ત્યાંથી ગિરિરાજની પ્રદક્ષિણા શરૂ કરે છે. આગળ જાય ત્યારે ઉલખા જળ આવે છે.

ત્યાં દેરીમાં શ્રી આદીશ્વર ભગવાનના પગલાં છે. ત્યાં ચૈત્યવંદન કરે છે. સાડા ત્રણ કરોડ મુનિઓ સાથે આ ગિરિરાજ પર અનશન કરી ફાગણ સુદ તેરસના દિવસે મોક્ષ પામ્યા હતા. માટે ફાગણ સુદ તેરસ છ ગાઉની યાત્રા કરવાનો મહિમા દિવસ છે. ત્યાં ચૈત્યવંદન કરીને ઉતરવાની શરૂઆત કરે છે. એટલે ધીરે ધીરે ઉતરીને સિદ્ધવડ આગળ આવે છે. ત્યાં દેરીમાં દાદા આદીશ્વર ભગવાનનાં પગલાં છે. ત્યાં દર્શન-ચૈત્યવંદન કરીને પછી પાલમાં જાય છે.આ યાત્રા કરવા જૈનો ઉપરાંત જૈનેતર યાત્રાળુઓ પણ મોટી સંખ્યામાં આવે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here