ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા માન્યવર કાંશીરામ સાહેબની ૮૬ મી જન્મજયંતીની ઉજવણી કરવામાં આવશે

વિશાલ સાગઠીયા
`બહુજન હિતાય બહુજન સુખાય` આ તથાગત બુદ્ધ વિચારને ભારતીય ઉપખંડમાં સહજ ભોગ્ય બનાવ્યું અને બહુજન સમાજના દુઃખનું નિદાન કરી તેની દવા શોધી બીમાર સમાજને સ્વસ્થ બનાવવા સમગ્ર જીવન અર્પણ કરનાર અને મૂળ નિવાસીઓને તેમના મૂળ ધર્મ અને શાસક બનાવવા સુધીનો નકશો તૈયાર કરી `આ શક્ય થઇ શકે ` તે સાબિત કરનાર માન્યવર કાંશીરામ સાહેબના ૮૬ માં જન્મ દિનની ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ પાલીતાણા દ્વારા તા.૧૫ માર્ચ રવિવારે ભીમ વાટિકા વડીયા રોડ પાલીતાણા ખાતે સાંજે ૯ કલાકે માન્યવર કાંશીરામ સાહેબની ૮૬ મી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવશે.

જેમાં વક્તાઓ દ્વારા માન્યવર કાંશીરામ ના જીવન પ્રસંગો વિષે માહિતગાર કરવામાં આવશે તેમજ વિશાલ સાગઠિયા દ્વારા માન્યવર કાંશીરામ સાહેબની બુકો વિતરણ કરી જન્મજયંતી ની ઉજવણી કરવામાં આવશે ત્યારે ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ ના લીડર કિરીટભાઈ સાગઠિયા દ્વારા આ કાર્યક્રમને સફળ બનાવવા જહેમત ઉઠાવવામાં આવી છે સાથો સાથ બહુજન સમાજના લોકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેવા અનુરોધ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here