પાલીતાણાની મહિલાને કોરોના ના લક્ષણો જણાયા, મલેશિયાથી ૮ દિવસ પૂર્વે પાલીતાણા પરત ફરી હતી, કુલ ૩ લોકોને કોરોના ના લક્ષણો જણાતા સારવારમાં

બે મહિલા અને પુરુષને સર.ટી.હોસ્પીટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડાયા, આરોગ્ય વિભાગ શંકાસ્પદ કોરોના ને લઇ દોડતું થયું.

સલીમ બરફવાળા
ભાવનગરમાં આજે બે મહિલા અને એક પુરુષને કોરોના ના લક્ષણો જણાતા તાકીદે સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલ ના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવ્યા છે. આ બાબતે આરોગ્ય વિભાગમાં દોડધામ મચી જયારે દર્દીઓના સેમ્પલ લઇ ચકાસણી માટે જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે કોરોનાના લક્ષણો જણાતા આજે એકીસાથે ૩ લોકોને ભાવનગર ની સર.ટી.હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવતા ભાવનગરમાં ચકચાર મચી જવા પામી છે.

જેમાં ભાવનગરના પાલીતાણા ખાતે આજથી 8 દિવસ પૂર્વે મલેશિયા થી પરત ફરેલી એક મહિલા ને કોરોના ના લક્ષણ જણાતા તેને તાકીદે સારવાર માટે ભાવનગરની સર.ટી.હોસ્પિટલના આઈસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે.57 વર્ષીય આ મહિલા ની હાલ પ્રાથમિક સારવાર હાથ ધરી તેના રિપોર્ટ તપાસ અર્થે જામનગર ખાતે મોકલી આપવામાં આવ્યા છે. આ સાથે અન્ય બે વ્યક્તિને શંકાસ્પદ કોરોના ને લઈ દાખલ કરવામાં  આવ્યા છે. જેના પણ સેમ્પલ લઇ જામનગર ખાતે તપાસ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.

કોરોના જેવા લક્ષણો ધરાવતા બે શહેરી અને એક ગ્રામ્ય વિસ્તારના દર્દીઓ જેમાં એક મહિલા ગ્રામ્ય વિસ્તારની જયારે અન્ય એક મહિલા અને પુરષ શહેરી વિસ્તારના નો સમાવેશ થાય છે. કોરોના ની શંકા ને પગલે  આરોગ્ય વિભાગ માં દોડધામ મચી છે. આ બાબતે જીલ્લા આરોગ્ય અધિકારીએ પણ પુષ્ટિ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here