વિધાર્થી સંગઠને ઉમેદવારોને સાથે રાખો રજુઆત કરી, યોગ્ય કરવાની માંગ, ૫૦૦૦ હજારથી બહુ ઉમેદવારો અસરગ્રસ્ત છે

બ્રિજેશ ગૌસ્વામી
પાલીતાણા ખાતે લોકરક્ષક ભરતી પ્રક્રિયામાં સર્વ સમાજના પુરુષ ઉમેદવારોને અન્યાય મામલે રજૂઆત કરવામાં આવી છે સર્વે સમાજના બેરોજગાર યુવાનોને લોકરક્ષક ભરતી પ્રક્રિયા અંતર્ગત ઉમેદવારી ફોર્મ ભરેલ અને તે બાબતે લેખિત પરીક્ષા તેમજ શારીરિક કસોટી પૂર્ણ થઈ ગયેલ છે. આ ભરતી પ્રક્રિયા અંતર્ગત નામદાર રાજ્ય સરકારે મૂળ જાહેરાત સિવાય મહિલા ઉમેદવારનું સંખ્યામાં ૨૪૮૫ સીટોનો વધારો કરવામાં આવ્યો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને અમો આવકારીએ છીએ. રાજ્ય સરકારના મહિલા અનામત કાયદા મુજબ કોઈ પણ સરકારી નોકરીઓમાં ૩૩% અને પુરુષને ૬૭% સ્થાન આપવું જોઈએ.

સરકાર દ્વારા મહિલાઓની ૨૪૮૫ સીટો વધારવામાં આવી છે. તેના સાપેક્ષમાં પુરુષ ઉમેદવારની સંખ્યામાં પણ વધારવી જોઈએ તે ન્યાયના હિતમાં છે. અમારી માંગણી છે કે મહિલા ઉમેદવારની જે સીટો વધારવામાં આવી છે તેના સાપેક્ષમાં પુરુષ ઉમેદવાર ની સીટો પણ વધારવામાં આવે તેમજ આ બાબતે તાત્કાલિક જાહેરાત કરવામાં આવે જેના લીધે રાજ્યના ૫૦૦૦ ઉમેદવાર અને તેના પરિવાર અસરગ્રસ્ત છે તે બાબતે પાલીતાણા સબ ડીવઝનલ મેજિસ્ટ્રેટ સાહેબ ને પાલીતાણા ના વિધાર્થી આગેવાનો અર્ષમાનખાન બલોચ ,ભોજાભાઈ ગોહિલ, અમિતભાઈ રાઠોડ દ્વારા વિધાર્થીઓ ને સાથે રાખી રજુઆત કરી આવેદન પત્ર પાઠવામાં આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here