શહેર–જિલ્લામાં કિશોર અને યુવાનોને નશાની તલ, પોલીસ તંત્રએ ચોકલેટનો કબ્જો લીધો

હરેશ પવાર
સિહોર ભાવનગર શહેર અને જિલ્લામાં કિશોર અને યુવાનોને નશાની લતે ચડાવતા પદાર્થેા વેચવાનુ પ્રમાણ વધ્યુ છે. પાલીતાણાના જાળીયા (હસ્તગીરી) ખાતેથી પાના માવાની દુકાનની આડમાં વેચાતી નશાયુકત પદાર્થ મિશ્રીત ચોકલેટનો જથ્થો ભાવનગર એસ.ઓ.જી. પોલીસે જ કર્યેા હતો. ભાવનગર એસ.ઓ.જી. પોલીસને મળેલ બાતમી આધારે દિલીપ મનજીભાઇ સવજીભાઇ ચૌહાણ( ઉ.વ.૩૩ રહેવાસી જાળીયા (અમરાજી) તાલુકો પાલીતાણા જીલ્લો ભાવનગર)ની જાળીયા ગામે બસ સ્ટેશન સામે આવેલ ખોડીયાર પાન સેન્ટર નામની દુકાનમાં પાન–માવા તથા કરીયાણાની આડમાં વેચાણ થતી.

નશાકારણ પદાર્થ ભેળસેળવાળી ચોકલેટ કે જે ખાવાથી મનુષ્યને નશો ચડે છે તેવી મસ્તાના મનુક્કા નામથી વેચાણ થતી ચોકલેટ નંગ–૪૮૬ ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરી હતી. આવેલ ચોકલેટમાં કયા પ્રકારનો નશાકારક છે તેની માહિતી મેળવવા ચોકલેટના સેમ્પલો કબ્જે કરી પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશન મારતે ગાંધીનગર એ.એસ.એલ. ખાતે મોકલી આપવા તજવીજ કરવામાં આવેલ છે. મળી આવેલ ચોકલેટમાં કયા પ્રકારનો નશાયુકત પદાર્થ ભેળસેળ કરવામાં આવેલ છે. તે એ.એસ.એલ. તપાસણી બાદ જાણી શકાશે.

આ કામગીરીમાં એસ.ઓ.જી.ના પોલીસ ઇન્સ્પેકટર એસ.એન.બારોટની રાહબરી એસ.ઓ.જી. સ્ટાના બલવિરસિંહ જાડેજા તથા જગદીશભાઇ મારૃ તથા વિજયસિહ ગોહિલ તથા હરેશભાઇ ઉલવા તથા પોલીસ કોન્સ. મનદીપસિંહ ગોહિલ તથા હારીતસિંહ ચૌહાણ તથા દિલીપભાઇ ખાચર તથા ડ્રાઇવર ભોજાભાઇ ભલાભાઇ જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here