૨૦૨૦નું ચાતુર્માસ સિકંદરાબાદ તેલંગણામાં નકકી થયું હતું પરંતુ વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈ ચાતુર્માસ પાલીતાણામાં જ નકકી કરાયું.

મિલન કુવાડિયા
હાલ વિશ્વભરમાં કોરોના મહામારી એ હાહાકાર મચાવી દીધો છે ત્યારે અમુક રાજયને બાદ કરતા દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે અને આ પરિસ્થિતિમાં જૈન સાધુ ભગવંતોના ચાતુર્માસ પણ રદ્દ થયા છે ત્યારે જૈનાચાર્ય વિજયઅભયસેનસુરિ મ.સા. આદિઠાણાનું ૨૦૨૦ નું ચાતુર્માસ જૈન ભવન રાજસ્થાની જૈન શ્વેતાંબર મૂતિઁપુજન શ્રીસંધ સિકંદરાબાદ તેલંગણામાં નકકી થયું હતું પરંતુ વતઁમાન પરિસ્થિતિ ને ધ્યાને લઈ પૂ.ગુરુભગવંતોની આજ્ઞા અનખ સંધ સહમતિથી પૂ.અભયસેનસુરિ મ.સા. આદિગુરૂ ભગવંતોનું ૨૦૨૦ નું ચાતુર્માસ સિદ્રાચલ મહાતીર્થ મંત્રેશ્વર પાશ્વઁધામ પાલીતાણા ખાતે નકકી થયું છે.ચાતુર્માસ માં પાશ્વઁનાથ મહાવિધા,સુરિ મંત્ર સાધના,ગૌતમ સ્વામી આરાધના સહિતના ધાર્મિક કાયઁક્રમો સંપન્ન થશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here