પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર પડી વીજળી, સમગ્ર ઘટના કેમેરામાં થઇ કેદ

વિશાલ સાગઠીયા
નિસર્ગ વાવાઝોડાનું સંકટ ગુજરાત પરથી ટળ્યું છે પરંતુ તેની અસર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં જોવા મળી રહી છે. ભાવનગર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ ખાબક્યો છે. ત્યારે પાલિતાણામાં નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હોવાની ઘટના કેમેરામાં કેદ થઇ છે. પાલિતાણામાં હાઉસીંગ બોર્ડ વિસ્તારમાં આવેલા ઓમ એવન્યુ પાસે એક નાળિયેરના વૃક્ષ પર વીજળી પડી હતી. વીજળી પડવાની ઘટના કેમેરમાં કેદ થઇ છે. જોકે કોઇને જાનહાની થવા પામી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here