ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી દીપડાને બહાર કાઢી પાંજરે પૂર્યો
વિશાલ સાગઠીયા
પાલીતાણા તાલુકાના આદિપુર રોડ નજીક વાડી વિસ્તારમાં તાર ફેનસિંગમાં દીપડો ફસાતા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું એક તરફ દીપડો તરખાટ મચાવી રહ્યો છે ત્યારે ખેડૂતો પણ પોતાના રક્ષણ માટે વાડી વિસ્તારોમાં તાર ફેનસિંગ કરે છે જેથી પોતાના માલઢોરનું રક્ષણ થઈ શકે અમરેલી વિસ્તારોમાં છેલ્લા ઘણા સમયથી દીપડાનો આતંક હતો. લોકો પોતાના જીવના જોખમે ઘરની બહાર નીકળતા હતા કારણ કે આ દીપડો માનવભક્ષી બની ગયો હતો. આ દીપડાએ અત્યાર સુધી કેટલાયના ભોગ લીધા અને કેટલાયને ઘાયલ કર્યા હતા.
દીપડાએ ઘણા મારણ પણ કર્યા હતા આ દીપડો તંત્ર માટે માથાના દુખાવા સમાન બન્યો હતો ત્યારે આજે પાલીતાણા તાલુકાના આદિપુર રોડ ઉપર આવેલ ભીખાભાઈના આશ્રમની સામે તાર ફેનસિંગમાં દીપડો ફસાયો હોવાની જાણ પાલીતાણા ફોરેસ્ટ વિભાગને થતા જ ફોરેસ્ટ વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને વન વિભાગની ટીમે દીપડાને બેભાન કરી જેસર એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યો હતો આ દીપડો અંદાજે ૧૦ થી ૧૧ વર્ષનો હોવાનું વન વિભાગ કર્મીનુ કહેવું છે.