પાલીતાણા ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા કોરોના વોરિયર્સને સન્માન પત્ર આપવામાં આવ્યા

વિશાલ સાગઠીયા
હાલ ભારત દેશ સહિત વિશ્વ ભરમાં કોરોનાની મહામારી ચાલી રહી છે ત્યારે સરકાર દ્વારા કોરોના વોરિયર્સ એટલે કે કોરોના યોદ્ધાઓ એ પોતાના જીવની ખેવના કર્યા વગર દેશમાં સેવા બજાવી રહ્યા છે જેમાં આરોગ્યકર્મી,પોલીસ સ્ટાફ,સફાય કર્મચારીઓ, પત્રકાર, વિવધ કામગીરીના અધિકારીઓએ કોરોના સામે લડતમાં ભાગીદાર થયા છે ત્યારે આજે પાલીતાણા ખાતે કોરોના વોરિયર્સ ને તમામને પાલીતાણા ભીમ બ્રિગેડ યુવા ગ્રુપ દ્વારા સન્માનિત કરવામાં આવ્યા હતા.

જેમાં રાજદીપ એન્ટરપ્રાઇજ ના સફાય કર્મીઓને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા સાથે પોલીસ સ્ટાફ, જેમાં શેઠ.આણંદજી કલ્યાણજી પેઢી દ્વારા લોકડાઉન દરમિયાન એક કરોડ થી વધુની અનાજ કિટો વિતરણ કરવામાં આવી હતી તેમનું પણ સન્માન કરવામાં આવ્યું હતું.

જેમાં પાલીતાણાના નાયબ કલેક્ટરડો.સંદીપકુમાર વર્મા ના હસ્તે પ્રમાણપત્ર વિતરણ કરવામાં આવ્યા હતા સાથે પાલીતાણા ટાઉન પી.આઈ.એન.એમ ચૌધરી, નગરપાલિકા કાઉન્સીલર, ઓમદેવસિંહ સરવૈયા,મનુભાઈ શાહ,શેઠ આણંદજી કલ્યાણજી પેઢી મેનેજર સહિતના અધિકારીઓ આ કોરોના વોરિયર્સને સન્માન પત્ર દેવા ઉપસ્થિત રહ્યાં હતાં ભીમ બ્રિગેડ યુવા ગ્રુપના કિરીટભાઈ સાગઠિયા સહિતના સભ્યો પણ ઉપસ્થિત રહ્યાં હતાં અને કોરોના વોરિયર્સ ને પ્રમાણપત્ર વિતરણ કરી તેમનો હોસ્લો વધાર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here