પાલીતાણાના યુવાને ગળે ફાસો ખાઈ જીવન ટૂંકાવ્યું

 

વિશાલ સાગઠીયા
દેશમાં આત્મહત્યાના બનાવો દિવસે દિવસે વધી રહ્યા છે. લોકોમાં સહનશીલતા ઓછી થતી જતી હોય તેવું બનતા આત્મહત્યામાં બનાવો પરથી લાગી રહ્યું છે. પાલીતાણા ખાતે આજે જીતુભાઇ ગઢવી નામના યુવાને પાલીતાણા ગારીયાધાર રોડ ઉપર આવેલ શોપિંગ સેન્ટરમાં ગળે ફાંસો ખાઈને આત્મહત્યા વોરી લઈને જિવન ટૂંકાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પાલીતાણા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી હતી. મૃતક યુવકની લાશને પી.એમ અર્થે પાલીતાણા માનસિંહજી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ. યુવાનની આત્મહત્યા પાછળનું કારણ હજુ અકબંધ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here