પાલીતાણાના લાપળીયા ગામની સીમમાં ૪ લાખનો ઇંગ્લિશ દારૂ ઝડપાયો

ભાવનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચ ટીમ પાલીતાણા ડિવિઝન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન નાની રાજસ્થળી ગામ પાસે આવતા હેડ કોન્સ જીતેન્દ્રસિંહ ઝાલાને બાતમીરાહે હકિકત મળેલ કે લાપાળીયા ગામના મુકેશભાઇ પાંચાભાઇ વાઘેલા એ લાપાળીયા ગામની સીમમાં મેઢા જવાના રસ્તે વગડીયુ તરીકે ઓળખાતી વાડીમાં ભારતીય બનાવટનો પરપ્રાંત ઇગ્લીશ દારૂનો જથ્થો છુપાવેલ છે . અને તે દારૂનો જથ્થો સગેવગે કરવાની તૈયારીમાં છે . તે હકિકત આઘારે બાતમી વાળી જગ્યા ઉપર રેઇડ કરતા રેઇડ દરમ્યાન ભારતીય બનાવટનો પેટી નંગ -૧૧૧ બોટલ નંગ -૧૩૩૨ કિ.રૂ. ૩,૯૯,૬૦૦ / -ની ઇગ્લીશ દારૂની બોટલો મળી આવતા મુકેશભાઇ પાંચાભાઇ વાઘેલા રહે . લાપાળીયા તા . પાલીતાણા જી.ભાવનગર વિરૂષ્માં પાલીતાણા રૂરલ પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here