ડેમની સપાટીમાં બે ફૂટ નવા નીર ની આવક, ભાવનગર અને અમરેલી પંથકમાં પડેલા વરસાદ ને પગલે ડેમમાં આવ્યા નવા નીર, ૩૦ કલાકમાં ડેમ સપાટીમાં ૨૫ ઇંચ પાણી નો વધારો, હજુ પાણી ની આવક શરૂ છે.

વિશાલ સાગઠિયા
ભાવનગર જિલ્લાની જીવાદોરી સમાન શેત્રુંજી ડેમમાં ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે વધુ બે ફૂટ નવા નીર ની આવક થઇ છે. આજે ૨૫ ઇંચ જેટલી ડેમ સપાટીમાં વધારો થતા ડેમ સપાટી ૨૫.૭ ફૂટે પહોચી છે. હાલની ડેમ સપાટીને પગલે પાલીતાણા અને ભાવનગર શહેરની એક વર્ષની પાણીની સમસ્યા પણ હલ થઇ જતા લોકોમાં પણ ખુશી છવાય છે. વર્ષ ૨૦૧૫માં ઓવરફલો થયેલા શેત્રુંજી ડેમમાં આ વર્ષે સારા વરસાદના કારણે નવા નીર ની આવકના પગલે ડેમ સપાટીમાં સારો વધારો નોંધાયો છે.

હાલ ઉપરવાસમાં થયેલા સારા વરસાદના પગલે ૨૫ ઇંચ જેટલા નવા નીર ની આવક થતા હાલ ડેમ સપાટી ૨૫.૭ ફૂટે પહોચી છે. ભાવનગર તેમજ અમરેલી જિલ્લાના લીલીયા, લાઠી,સાવર કુંડલા પંથક સહિતના વિસ્તારોમાં થયેલા સારા વરસાદ ને પગલે બે ફૂટ જેટલા નવા નીર આવતા એક વર્ષ સુધી ભાવનગર અને પાલીતાણા ને ચાલી શકે એટલો પાણીનો સંગ્રહ થઇ જવા પામ્યો છે. એટલેકે હાલ પાણીની સમસ્યા આ બંને વિસ્તારો માટે ટળી જવા પામી છે. શેત્રુંજી ડેમ ૩૪ ફૂટે ઓવરફલો થાય છે ત્યારે હજુ સારા વરસાદની આગાહી ને પગલે આ વર્ષે એટલેકે કે ૫ વર્ષ બાદ ડેમ ફરી ઓવરફલો થાય તેની લોકો રાહ જોઈ રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here