શેત્રુંજીડેમને ઓવરફલોથી ચાર ઈંચનું છેટું

બ્રિજેશ ગૌસ્વામી
જિલ્લાની જીવાદોરી સમાન શેત્રૂંજી ડેમ છલક સપાટીએ પહોંચી ગયો છે પરંતુ જેમ જેમ સપાટી ઐંચે જઈ રહી છે તેમ તેમ ડેમનો ઘેરાવો વધતો હોય છે. આથી છેલ્લા ત્રણ દિવસથી છલકું છલકું થતો ડેમ હજુ છલકાયો નથી અને લોકોની ઉત્સુકતા વધતી જાય છે, દરમિયાનમાં ડેમ છલકાયો હોવાના જુના વિડીયો સોશિયલ મીડિયામાં ફરતા થઈ ગયા હતા. ગઈકાલે બપોર બાદ પાણીની આવક ફરી શ થતાં આજે બપોર સુધીમાં સપાટી ૩૩.૦૮ ઈંચ પહોંચી છે.

યારે ડેમની પાણી સંગ્રહની કુલ ક્ષમતા સામે હાલ ૯૬% પાણી ભરાયું છે. ઉપરવાસમાં આવેલો ધારીનો ખોડીયાર ડેમ છલકાતા હાલ બે દરવાજા ૦.૨૨ના લેવલથી ખોલવામાં આવ્યા છે જેના મારફત આઉટલો ૧૨૦૦ કયુસેક છે યારે આ સહિત અન્ય પાણી મળી શેત્રુંજી ડેમમાં ૪૧૦૦ કયુસેક પાણીની આવક નોંધાઈ હતી

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here