પ દિવસ પુર્વે વૃધ્ધાની હત્યા થયાનું અનુમાન, શકિતનગરમાં રહેતા અને એકલવાયુ જીવન પસાર કરતા વૃધ્ધાનો કોહવાયેલી હાલતે મૃતદેહ મળી મળી આવ્યો હતો

વિશાલ સાગઠિયા
પાલિતાણામાં એકલવાયુ જીવન પસાર કરતાં વૃધ્ધાનો ગઇકાલે કોહવાયેલી હાલતે મળી આવેલ મૃતદેહના પોસ્ટ મોર્ટમ રીપોર્ટમાં વૃધ્ધાનું ગુંગણામણથી મોત થયાનું ખુલતા મૃતકના ભત્રીજાએ અજાણ્યા શખ્સો સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ હાથ ધરી હતી. શકિતનગરમાં રહેતા અને એકલવાયુ જીવન પસાર કરતા રામુબેન બબાજીભાઇ ઠાકોર (ઉ.વ.૭પ)નો ગઇકાલે પોતાના ઘરે ખાટલા પરથી કોહવાયેલી હાલતે મૃતદેહ મળી આવતા પોલીસે પોસ્ટ મોર્ટ અર્થે ભાવનગર ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધયો હતો.

દરમ્યાનમાં રામુબેનના પોસ્ટમોર્ટમ રીપોર્ટમાં રામુબેનનું ગુંગપણામણથી મોત નિપજયાનું ખુલતા આ અંગે મૃતક રામુબેનના ભત્રીજા પ્રવિણભાઇ ઠાકરશીભાઇ ઠાકોરે અજાણ્યા શખ્સો સામે પોતાના ફઇ રામુબેનની પાંચેક દિવસ પુર્વે ગળામાં દોરી વીંટી તેમજ નાક આડે કપડુ રાખી મો માંદ ડુચો દઇ હત્યા નિપજાવી હોવાની ફરિયાદ નોંધાવતા પાલિતાણા ટાઉન પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.

મૃતક રામુબેનને છેલ્લા પાંચેક દિવસથી સ્થાનિકોએ ઘર બહાર નીકળતા જોયા ન હતાં. દરમ્યાન રામુબેનના સંબંધીને કોઇએ જાણ કરી હતી કે તેમના ઘરમાંથી દુર્ગધ આવી રહી છે. આથી એમના સંબંધીઓ આવી ઘરમાં તપાસ કરતા રામુબેનનો કોહવાયેલી હાલતે મૃતદેહ મળી આવ્યો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here