મોડાસાની ઘટનાના પ્રત્યાઘાત પાલીતાણામાં, સદભાવના સમિતિ દ્વારા આવેદન રજુઆત, ગુનેગારો સામે કડક કાર્યવાહીની માંગ

વિશાલ સાગઠીયા
પાલીતાણામાં દલિત સમાજ તેમજ સામાજીક સદભાવ સમિતિ દ્વારા કલેકટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું તાજેતરમાં અરવ્વલી જીલ્લાના મોડાસા તાલુકાના સાયરા ગામની અનુસુચિત જાતિ ની દિકરી કાજલબેન નું થયેલ અપહરણ બાદ ચાર નરાધમો દ્વારા સામુહિક બળાત્કાર હત્યા કરી લાશને ઝાડ પર લટકાવી મોત નીપજાવેલ જેના પગલે પાલીતાણા કલેકટરને પાલીતાણા દલિત સમાજ તેમજ સામાજીક સદભાવ સમિતિ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને આ ગુનેગારો ને કડક સજા થાય તેવી માંગણીઓ કરવામાં આવી હતી જેમાં દિનેશભાઇ મારુ, કિરીટભાઈ સાગઠિયા, નરેશભાઈ બાબરીયા,તેમજ દલિત સમાજના લોકો તેમજ હેમાબેન કડેલ,ધર્મીસ્ઠાબેન ત્રિવેદી, પીતાંબરભાઈ કડેલ,કપિલભાઈ ડોડીયા,સામાજીક સદભાવ સમિતિ ના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here