પાલીતાણા તાલુકાના વડાળ ગામે વીજળી પડતા ખેતી કામ કરી રહેલા જગતતાતનું મોત:અરેરાટી

વિશાલ સાગઠીયા
પાલીતાણાના વડાળ ગામે વીજળી પડતા એક ખેડૂતનું મોત નિપજ્યું છે વાડી વિસ્તારમાં ખેતીકામ કરી રહેલા ખેડૂતના માથે વીજળી પડતા તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું સૌરાષ્ટ્રમાં અને ખાસ કરીને હાલ જિલ્લામાં વરસાદી માહોલ સતત રહેવા પામ્યો છે ખાસ કરીને છેલ્લા દિવસોમાં રાત્રીના સમયે વીજળીના કડાકા ભડાકા પણ બોલી રહ્યા છે પાલીતાણા તાલુકાના વડાળ ગામે રહેતા અને પોતાની વાડીમાં કામ કરતા ખેડૂત જેસિંગભાઈ બધાભાઈ ધારૈયા ઉપર વીજળી પડતા તેને ગંભીર ઇજા થતાં તેને તાત્કાલિક પાલીતાણા માનસિંહજી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમનું મોત નીપજ્યું હતું વીજળી પડતાના સમાચાર સાંભળતા ભાવનગર જીલ્લા કોંગ્રેસ મંત્રી હરેશભાઇ કામળિયા તાત્કાલિક હોસ્પિટલ દોડી આવ્યા હતા અને પરિવાર જનો ને સાંત્વના આપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here