સલામત રીતે બહાર કાઢી વન વિભાગ દ્વારા જંગલમાં છોડી મૂકાયો

વિશાલ સાગઠિયા
પાલીતાણા નજીક ઘેટી ગામે વાડીની તાર ફેન્સીંગમાં સિંહ ફસાઈ ગયો હતો. બનાવની જાણ થતા ફોરેસ્ટ વિભાગની ટીમ બનાવ સ્થળે દોડી ગઈ હતી મળતી વિગતો મુજબ ભાવનગર જીલ્લાના પાલીતાણા તાલુકાના ગેટી ગામે રહેતા લવજીભાઈ માસ્તરની વાડીમાં કરેલી તાર ફેન્સીંગમાં શિકારની શોધમાં આવી ચડેલો સિંહ ફસાઈ ગયો હતો. આ અંગેની જાણ ફોરેસ્ટ વિભાગને કરવામાં આવતા ફોરેસ્ટ વિભાગની ટીમ ઘટના સ્થળે દોડી ગઈ હતી. તાર ફેન્સીંગમાં ફસાયેલા સિંહને બહાર કાઢવા ફોરેસ્ટ વિભાગ દ્વારા રેસ્કયુ હાથ ધરવામાં આવ્યુ હતું. બનાવની જાણ થતા જ ગ્રામ્યજનોના ટોળેટોળા ઉમટી પડયા હતા. ઉલ્લેખનીય છે કે અગાઉ પણ વાડીની તાર ફેન્સીંગમાં દિપડો, સિંહ વિગેરે પ્રાણીઓ ફસાઈ જવાના અને કેટલાક બનાવ અગાઉ ભાવનગર પંથકમાં બનવા પામ્યા છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here