પાલીતાણા ગણેશનગર ખાતે રોડનું ખાતમુહૂર્ત તેમજ કોર્પોરેટરનું ભવ્ય સન્માન કાર્યક્રમ યોજવામાં આવ્યો

વિશાલ સાગઠિયા
પાલીતાણા નગરપાલિકાના વોર્ડ નંબર ૧ માં આવેલ ગણેશનગર ખાતે આજરોજ આર.સી.સી રોડનું ખાતમુહૂર્ત ગુજરાત હાઉસિંગ બોર્ડ ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયાના હસ્તે કરવામાં આવ્યું હતું તેમજ વોર્ડ નંબર ૧ ના નિષ્ટાવાન કોર્પોરેટર ઓમદેવસિંહ સરવૈયાનું ઉમદા કાર્ય બદલ રહીશો દ્વારા ભવ્ય સન્માન સમારોહ રાખવામાં આવ્યો હતો જેમાં ઓમદેવસિંહ સરવૈયા દ્વારા ૫ વર્ષમાં વોર્ડ નંબર ૧ માં અનેક કામો કરવામાં આવ્યા જેમાં ગણેશનગર ૧,૨,૩ ગૌતમબુદ્ધ નગર ,રામદેવનગર સહિતના વિસ્તાર વિકાસથી વંચિત હતા નગરપાલિકા ભેળવ્યા બાદ કોર્પોરેટર ઓમદેવસિંહ સરવૈયા દ્વારા અનેક ગ્રાન્ટો લાવી વિસ્તારોમાં રોડ,રસ્તા ગટર સહિતના કામો કરી વિસ્તારોમા વિકાસ શરૂ કર્યા જેને લઈને રહીશો દ્વારા ઓમદવસિંહ સરવૈયાનું ભવ્ય સન્માન કરવામાં આવ્યું હતું સન્માન સમારોહમાં ગુજરાત હાઉસિંગ બોર્ડના ચેરમેન મહેન્દ્રસિંહ સરવૈયા, કોર્પોરેટર ઓમદેવસિંહ સરવૈયા,નગરપાલિકા પ્રમુખ ,જયપાલસિંહ ગોહિલ,ખીમરાજભાઈ બાબરિયા,સહિતના હોદ્દેદાર તેમજ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને ખાતમુહૂર્ત તેમજ સન્માન સમારોહ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here