માણસાઈના પાઠ શીખવા માટે મૂળ સોનગઢના માલકાણી પાસે ટયુશન લેવું પડે, દરેક કાર્ય સમાજ માટે પ્રેરણાદાયી

માલકાણી પરિવાર ભૂખ્યાને ભોજન અને ગાયોને ઘાસચારો આપવાનું કાર્ય કાયમનું છે, અહીં સેવાની જ્યોત કાયમ દરેક કાર્યોમાં પ્રજવલિત રહે છે

બ્રિજેશ ગૌસ્વામી
હાલ કોરોનાની મહામારી ચાલે છે પ્રત્યેક વ્યક્તિ આ વૈશ્વિક મહામારી સામે લડી રહ્યો છે લોકો યથાશક્તિ યોગદાન પણ આપી રહ્યા છે ત્યારે મૂળ સોનગઢના અને હાલ સિહોર ખાતે રહેતા માલકાણી પરિવારની માણસાઈ સતત પ્રજ્વલિત રહી છે માલકાણી પરિવાર ઇદે-મિલાદ પર્વની દર વર્ષે અનોખી અને સેવાકીય પ્રવૃત્તિઓ સાથે ભવ્ય ઉજવણી કરે છે ગાયો અને માલઢોર માટે મોટી માત્રામાં ઘાસચારો અને માનવ આશ્રમેં મનદબુદ્ધિ અને ગરીબો માટે ભોજનની વ્યવસ્થા કરે છે ખાસ કરીને મુસ્લિમ સમાજ માટે આજનો દિવસ એટલે કે ઇદે મિલાદનો દિવસ ખાસ માનવામાં આવે છે હમેશા સર્વે સમાજને પ્રેરણા આપતો આ પરિવાર અસંખ્ય સેવાકીય પ્રવુતિ સાથે જોડાયેલો છે.

આ પરિવારની ગરીબો પ્રત્યેની ભાવના કદાચ એમનું શબ્દોમાં વર્ણન કરવું અઘરું પડે ઇસ્લામ ધર્મના મહાન પયગંબર હઝરત મહંમદ સાહેબના જન્મદિવસ નિમિત્તે આ પર્વની ઉજવણી કરવામાં આવે છે.સેવામાં હંમેશ માટે તત્પર રહેતા એવા માલકાણી પરિવાર દ્વારા આજે ઇદે-મિલાદ પર્વની ઉજવણી ના ભાગ રૂપે દરવર્ષ માફક ગરીબો માટે ભોજન અને પશુઓ માટે ચારા નું દાન આપી ઉજવણી કરી છે આ સાથે તેમના પરિવાર દ્વારા સોનગઢ પાસે આવેલ માનવ સેવા આશ્રમમાં મગજના અસ્થિર લોકોને ભોજન કરાવી આ પર્વની ઉજવણી માં સામેલ કર્યા હતા. હર હંમેશ ની માફક આ વખતે પણ સમાજ માટે સેવા કાર્યો કરી માલકાણી પરિવાર દ્વારા ઇદે-મિલાદ પર્વની ઉજવણી કરી હતી જે સર્વે સમાજ માટે પ્રેરણાદાઈ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here