પાલીતાણા નગરપાલિકા ઉપ્રમુખના પુત્રનો હત્યારો પોલીસની હિસારતમાં, રોહિત બાર અને ટીમેં શેલાણા ચોકડી પાસેથી દબોચી લીધો


સલીમ બરફવાળા
પાલીતાણાના દાણાપીઠ વિસ્તારમાં બનેલી લોહિયાળ ઘટનામાં પાલિકા ઉ.પ્રમુખના પુત્રને મોતને ઘાટ ઉતારી દેનાર શખ્સ પોલીસની હીરાસતમાં સપડાયો છે ઘટનાને અંજામ આપીને ફરાર શખ્સ આમીન શેલાણા ચોકડી પાસેથી આર આર સેલના અધિકારી રોહિત બાર અને ટીમના હાથે ઝડપાયો છે પાલિતાણા શહેરના દાણાપીઠ વિસ્તારમાં પાલીતાણા નગરપાલિકાના ઉપપ્રમુખ ઉસ્માનભાઈ સૈયદના પુત્ર પર રવિવારના દિવસે ત્રણ શખ્સોએ હુમલો કર્યો હતો.

અયુબ સૈયદ પર પાઇપ વડે હુમલો કરી ગંભીર ઈજાઓ પહોંચાડી નાસી છૂટયા હતા. જે ઘટનામાં યુવાનને અર્થે પ્રથમ પાલીતાણા બાદમાં વધુ ગંભીર ઇજાઓ જણાતા તત્કાલ ભાવનગર હોસ્પિટલ ખાતે રીફર કરાયો હતો. જ્યાં ભાવનગરની ખાનગી હોસ્પિટલમાં ગઈકાલે વહેલી સવારે સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું આરોપી અને મરણ જનાર વચ્ચે મોબાઈલનો ઝઘડો હોવાનું સામે આવ્યું હતું.

બનાવને લઈ પોલીસ ઘટનાના મૂળ સુધી પોહચવા અલગ અલગ ટિમો કામે લાગી હતી તે દરમિયાન આર આર સેલ ભાવનગર સહિતની ટિમો દ્વારા આરોપીઓની શોધખોળ શરૂ કરી હતીતે દરમિયાન આજે આર આર સેલ ભાવનગર ટીમને બાતમી મળી કે ઘટનામાં સંડોવાયેલ આમીન ઈબ્રાહીમભાઈ ઉર્ફે ઈબુભાઈ દલ દુધવાળા રહે પાલીતાણા તળાવ વિસ્તાર જે કાળા કલરનું ટી શર્ટ તથા વાદળી કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે.

જે હાલ શેલાણા ચોકડીથી સાવરકુંડલા જવાના રસ્તે ગુન્હામા વપરાયેલ મો.સા.સાથે ઉભો છે જે ઇસમને બાતમી વાળી જગ્યાએ ઝડપી કાયદેસર કાર્યવાહી કરવા આરોપીને પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશન ખાતે સોંપી આપેલ આ કામગીરીમાં આર.એચ.બાર, ત્રિભોવનભાઈ, એઝાઝખાન, નિતીનભાઈ સહિત સ્ટાફ જોડાયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here