ટાઉન પોલીસ મથક સામે યુવકે દવા પીધી હોવાની વાત, યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાયો, વ્યાજખોરોને ડામી દેવા ઉઠેલી માંગ

શંખનાદ કાર્યાલય
પાલીતાણાના હાથીયાધાર ગામના યુવાને વ્યાજખોરોના ત્રાસથી દવા પીધી હોવાના અહેવાલો મળી રહ્યા છે જિલ્લાભરમાં વ્યાજખોરો ભરડો લઈ રહ્યા છે તે ચિંતાનો વિષય છે. વધતી જતી મોંઘવારી ને બેરોજગારી માં વ્યાજખોરો માટે ઘી કેળા સમાન છે. ત્યારે જિલ્લામાં અનેક કિસ્સાઓ વ્યાજખોરો ના અનહદ ત્રાસથી મોતને ભેટવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે અને તંત્રએ મૌન સેવીને બેસી રહ્યું છે ત્યારે વધુ એક ઘટના પાલીતાણા ના હાથીયાધાર વિસ્તારમાં સમી સાંજના સુમારે ઘટી છે.

આ વિસ્તારમાં રહેતા યુવાન નરેશભાઇ દાનભાઇ ચુડાસમા એ વ્યાજખોરો ના અનહદ ત્રાસથી કંટાળી ને ઝેરી દવા ગળે ઉતારી લીધી હતી હોવાની પ્રાથમિક વિગતો મળી છે યુવાનને વધુ સારવાર માટે પાલીતાણા ની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો છે હતો. વધતા જતા આ વ્યાજખોરો સમાજમાં ભરડો લઈ રહ્યા છે ત્યારે ખાખીનો સિંઘમ મોડ એક્ટિવ થવું જરૂરી છે બનાવમાં પોલીસ ચોપડે ફરિયાદ નોંધવાનું શરૂ હોવાનું નજીકના સૂત્રો જણાવી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here