પાલીતાણાના કાંઠા વિસ્તારમાં દીપડાની રંજાડ, તાકીદે પાંજરે પૂરો, રજૂઆતો થઈ

વિશાલ સાગઠિયા
પાલીતાણા તાલુકાના કાંઠા વિસ્તારમાં વન્ય પ્રાણીઓની રંજાડ જોવા મળી રહી છે જેમાં સિંહ અને દિપડા દ્વારા અવારનવાર પાલતુ પશુઓને લોકો પર પણ હુમલા કરવામાં આવી રહ્યા છે જેને લઇને ભંડારિયા ગામે ૩ વર્ષની બાળાને દીપડાએ ફાડી ખાધી હતી જેવા અનેક હુમલાઓ દીપડા દ્વારા કરવામાં આવી રહ્યા છે ત્યારે ત્યાંના સ્થાનિક આગેવાન જિલ્લા પંચાયતના અને તાલુકા પંચાયતના સદસ્ય મુન્નાભાઈ કામળિયા અને હરેશભાઈ કામળિયા દ્વારા આજરોજ ફોરેસ્ટ વિભાગ કચેરી ખાતે લેખિત આવેદનપત્ર પાઠવી રજૂઆત કરે એને દીપડાઓને પાંજરે પુરી જંગલ વિસ્તારમાં છોડવામાં આવે તેવી બંને આગેવાનો દ્વારા માંગ કરવામાં આવી જેમાં ફોરેસ્ટ વિભાગના અધિકારી એ એમ બારીયા દ્વારા ખાતરી આપવામાં આવી અને પિંજરા ગોઠવી તાત્કાલિક ધોરણે કાર્યવાહી કરવામાં આવશે એવું જણાવાયું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here