કપોળ જ્ઞાતિની વાડી ખાતે બેઠકનું આયોજન, કથાકાર રમેશભાઈ શુક્લ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ અને જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયાની વિશેષ ઉપસ્થિતિ

સમીર બાવાણી
ગઇકાલે રવિવારે જિલ્લામાં પત્રકાર એકતા સંગઠનની બેઠકોનો દોર રહ્યો હતો મહુવા બાદ પાલીતાણા ખાતે બેઠક મળી હતી પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ અને જિલ્લા પ્રમુખ મિલન કુવાડિયા સહિત પ્રદેશ અને જિલ્લા સંગઠન હોદ્દેદારો દ્વારા સમગ્ર રાજ્યમાં પત્રકાર સંગઠન મજબુત કરવાની કવાયતમાં શરૂ કરી છે મહુવા બાદ ગઈકાલે મોડી સાંજે પાલીતાણા તાલુકાની બેઠલ પ્રદેશ અધ્યક્ષ લાભુભાઈ કાત્રોડિયાના અધ્યક્ષ સ્થાને યોજાઇ હતી.કાર્યક્રમ ની શરૂઆત ઉપસ્થિત મહાનુભાવો તેમજ ખાસ ઉપસ્થિત કથાકાર રમેશભાઈ શુક્લ નાં હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમ ખુલ્લો મુકવામાં આવ્યો આ કાર્યક્રમ માં પ્રદેશ ઉપપ્રમુખ શ્રી ગીરવાનસિંહ સરવૈયા , પ્રદેશ મહામંત્રી શ્રી આર.બી.રાઠોડ, પ્રદેશ આઇ ટી. સેલ અધ્યક્ષ શ્રી સમીર સલીમભાઈ બાવાણી, ભાવનગર જિલ્લા નાં નવનિયુક્ત પ્રમુખ શ્રી મિલનભાઈ કુવાડિયા, ભાવનગર જિલ્લા સંગઠન મહામંત્રી શ્રી જલદીપભાઈ ભટ્ટ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

કાર્યક્રમની શરૂઆતમાં ઉપસ્થિત મહાનુભવો નું ફૂલહાર પહેરાવી સ્થાનિક આગેવાનો અને કારોબારી હોદ્દેદારો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું.કાર્યક્રમ ને આગળ વધાવતા ભાવનગર જિલ્લા મહામંત્રી શ્રી જલદીપભાઈ ભટ્ટ દ્વારા પત્રકારો નું શાબ્દિક ઉદ્દબોધન કરવામાં આવ્યું હતું , જિલ્લા નાં સંગઠન વિશે વિસ્તૃત માહિતી ભાવનગર જિલ્લા નાં પ્રમુખ શ્રી એવા મિલનભાઇ કુવાડીયા દ્વારા આપવામાં આવી હતી., પ્રદેશ મહામંત્રી શ્રી આર.બી.રાઠોડ દ્વારા પ્રાદેશિક કારોબારી ની માળખાકીય વિગતો વિશે હાજર પત્રકાર મિત્રો ને અવગત કરાવ્યા હતા તેમજ પ્રદેશ ઉપ પ્રમુખ શ્રી ગરવાનસિંહ સરવૈયા દ્વારા સંગઠન ની કાર્ય પદ્ધતિ અને સંગઠન થી પત્રકારો ને થતા લાભ વિશે માહિતગાર કર્યા હતા.પ્રદેશ પ્રમુખ શ્રી દ્વારા હાજર તમામ પત્રકારો સાથે જાહેર માં સ્થાનિક પ્રશ્નોની વિસ્તૃત ચર્ચા તેમજ સંગઠન વિશે અભિપ્રાયો મેળવી તેની સમીક્ષા કરવામાં આવી હતી

જેમાં પ્રશ્નો નાં નિરાકરણ બાદ ચૂંટણી પ્રક્રિયા યોજી ઉમેદવારી નોંધાવેલ બાબુભાઈ વાઘેલા, હુસેનભાઈ ખોલિયા, બ્રીજેશભાઈ ગોહિલ પૈકી નવા પ્રમુખ તરીકે બાબુભાઈ વાઘેલા ની સર્વાનુમતે નિમણુક કરવામાં આવી હતી.પ્રદેશ અધ્યક્ષ શ્રી લાભુભાઈ કાત્રોડિયા દ્વારા પોતાના ઉદ્દબોધન માં હાલ ની પરિસ્થિતિ એ પત્રકારોની પરિસ્થિતિ કેટલા પ્રમાણ માં કથળી છે અને અગાઉ નાં સમય દરમ્યાન કેવી હતી તેમજ સરકાર દ્વારા મળવા પાત્ર લાભો જે અગાઉ મળતા હતા તે હાલની સ્થિતિ એ બંધ થયા છે અથવા ઘટાડવા માં આવ્યા છે જે બાબતો ની ચર્ચા ગત ૨૫ તા. નાં રોજ મળેલ ભા. જ. પા. પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલ સાથે મળેલ બેઠક માં જે વિશે ચર્ચા કરવામાં આવી હતી અને સી.આર. પાટીલ દ્વારા પણ શક્ય તેટલી માંગણીઓ સ્વીકારવા બાહેધરી આપી હતી ત્યારે પત્રકારો ને એક થઈ ને પોતાના હક અને મળવા પાત્ર લાભ મેળવવા માટે તનતોડ મહેનત અને સંગઠન નો વ્યાપ વધારવા આહવાન કર્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here